SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ 1639 – ૨૯ : મુનિની મર્દાનગી અને મોક્ષની પક્કડ - 109 - ૪૫૧ ચાલે એટલો તો એનો તાપ હોય; માટે જ એ છ ખંડની સાહ્યબી નિ:શંક ભોગવી શકે છે. સોળ હજાર દેવો તો એના સેવકો હોય, પરંતુ એ પણ જો આડા ચાલે તો માર ખાઈ જાય. સભાઃ “દેવો શા માટે સેવા કરે ?” પુણ્યનું આકર્ષણ છે. અમુક પુણ્યવાનની સેવા વ્યંતર દેવો હૃદયથી કરે છે. એ પુણ્યવાનની સેવામાં એને પોતાનું ગૌરવ જણાય છે. સાહેબના પટાવાળાના મગજમાં તમારા કરતાં ચાર ગુણી રાઈ હોય. કેમ કે, સાહેબની આગળ એ ચાલે ત્યારે એને એમ થાય કે “હું કોણ ? સાહેબનો પટાવાળો !' આભિયોગિક કર્મને લઈને એ એમાં આનંદ માને છે. કેટલાક દેવો એવા કે જેમને ઇન્દ્રના વાહન થવું પડે. ઇન્દ્ર ક્યાંક જવાની તૈયારી કરે એટલે એમની સવારી માટે પેલાએ ઐરાવત હાથી બની તૈયાર રહેવું પડે. પણ એ માને કે, “હું કોણ ! ઇન્દ્રનું વાહન ! બીજા તો ઇન્દ્રની સાથે હાથ મિલાવી ન શકે. જ્યારે મારા પર તો ખુદ ઇન્દ્ર બેસે. સંસારની મોહિની જુદી છે. જે વાતાવરણમાં પેદા થયો ત્યાં જ એ આનંદ પામે. એમ ન હોય તો જિવાય નહિ. સાધુ નવરા ન હોય ? મોહે મૂર્ખાઓ ઉપર એટલી સત્તા જમાવી છે કે આ શાસન પણ ત્યાં ફાવ્યું નથી. મોહના નશાના યોગે કેટલાક શ્રીમંતો એમ પણ કહે છે કે, “સાધુ પૂજ્ય ખરા, આપણા શિરતાજ છે એમાં ના નહિ. પણ તેથી એ આપણું માન કે સભ્યતા પણ ન જાળવે ?' આ ઝેર મોહે હૈયામાં ઘાલ્યું છે. અહીં આવે, અદ્ભુઠ્ઠીયો ખામે પણ હૈયામાં વાત પોઝીશનની રમતી હોય, એવા સંયોગોમાં વસ્તુતત્ત્વ ન પામે તેમાં નવાઈ શી ? કહે છે કે, અમે ગમે તેમ બોલીએ પણ મહારાજ ભાષાસમિતિ શું કામ ગુમાવે ? ક્યા પંડિતે આ પાઠ એમને ભણાવ્યો ? એ હું સમજી શકતો નથી. એક જણ કહે છે કે, “ચોર શબ્દ તે બોલે, બીજાને ચોર તે કહે કે જે પોતે ચોર હોય, માટે સાધુથી આવો શબ્દપ્રયોગ ન કરાય. આ ડાહ્યાને પૂછો કે આવું બોલવાથી તે પોતે જ ચોર નથી ઠરતો ? સાધુ ધીમું ધીમું જ બોલ્યા કરે ? એ શું ભારખાનાના ડબ્બા છે કે જે ધીમે ધીમે એંજિન પાછળ ઘસડાયા કરે ? ભારખાનાના ડબ્બાઓને કોઈ ટાઇમ જ નથી. અંતરાય ન નડે તો છ કલાકે પહોંચે અને અંતરાય નડે તો ક્યારે પહોંચે એનો નિયમ નહિ. ઢોરોને લઈ જનારી માલગાડીમાં કોણ હોય ? ઢોર અને એને પાળનારા નોકરો. એ નોકરો ઘાસના ઢગલા ઉપર બેસી જાય. એ બંનેને સમયની ચિંતા ન હોય. સાધુ એવા નવરા ન હોય. સાધુની સ્પીડ તો પંજાબ મેઈલ જેવી હોય, પણ તે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy