SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ મુનિને કોઈ ચમરબંધીની પણ પરવા ન હોય ઃ હું એક વાર ફરીથી જાહેર કરું છું કે ‘કાયદાબાજોથી અમે ડરતા નથી. કારણ કે કાયદા વિરુદ્ધના કોઈ કામમાં અમે પડતા નથી; શ્રીમાનોને અમે પગ પાસે બેસાડીએ છીએ, દુન્યવી સાહ્યબીને ઠોકરે મારીએ છીએ, તમારા આધારે અમે જીવતા નથી, આ તો પરમાત્મા મહાવીરદેવનું શાસન છે, આ કોઈ રસ્તે રખડતાનું શાસન નથી. મહાપુણ્યોદયે આ માર્ગ મળ્યા પછી કોઈથી પણ ખોટી રીતે દબાય તે બીજા, અમે નહિ.' અમારી આ વાત સાંભળે કે ચમરબંધીનાં પણ હાજાં ગગડે. મુનિને પરવા શી ? ઉદરપૂર્તિ માટે ફક્ત ચાર રોટલીના ગ્રાહક. જ્યાંથી મળે ત્યાંથી લઈ લે ને પોતાની સંયમસાધનામાં લાગી જાય. સમ્યગ્દષ્ટિ કે સાધુ કદી દીન ન બને : 1638 સુપાત્ર કદી કંગાલ ન હોય. દુ:ખી કે આપત્તિમગ્ન હોય છતાં દીન ન હોય. એને દુઃખ કે આપત્તિ આવે એ બને. ખાવા ન મળે એ બન્ને, મૂઠી ચણા ૫૨ રહેવું પડે એ બને પણ સમ્યગ્દષ્ટ કે સાધુ કદી દીન ન બને. મહાપુરુષોને પણ ભિક્ષા માંગતાં આહાર નથી મળ્યો. ઢંઢણકુમાર જેવાને પણ મુનિ થયા પછી ભિક્ષા નથી મળી. આગળના રાજાઓ મંત્રીની સલાહ માનતા. પણ તે જ્યાં સુધી રહેમનજ૨ હોય ત્યાં સુધી. એ રાજાઓની એક આંખ ધોળી અને બીજી લાલ રહેતી. અવસરે એ લાલ આંખ કરી જાણતા. વિના અવસરે એ શબ્દ પણ ન બોલતા. કુમારપાળ મહારાજાની આખી સેના ફૂટી ગઈ હતી. પણ પોતાના પરાક્રમથી યુદ્ધમાં વિજય મેળવ્યો એટલે સેના પુનઃ આજ્ઞામાં આવી ગઈ, પરંતુ એ રાજાએ મરતાં સુધી કોઈ પણ સુભટને તેની બેવફાઈ માટે ઠપકો નથી આપ્યો, એવા તો એ ગંભીર હતા. પેલા પણ સમજી ગયા કે અહીં હવે પોલ ચાલે તેમ નથી. સંસારની મોહિની જુદી છે ઃ ચક્રવર્તીઓ સેનાના બળે છ ખંડની સાહ્યબી નહોતા ભોગવતા. બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ એમના ચરણોમાં નમતા. ચક્રવર્તી જો એ રાજાઓની મહેરબાની ઉપર નભતો હોય તો એ બત્રીસ હજાર ભેગા થઈ એને એકને દબાવી ન દે ? બત્રીસ હજાર રાજાઓ સેના સાથે તૂટી પડે તોય ચક્રવર્તીનું રૂંવાડુંય ન ફરકે અને એ જો પોતાની આંખનું પોપચું પણ ઊંચું કરે તો એ બધાનાં ગાત્ર ઢીલાં થઈ જાય. ચક્રવર્તી દેખાવમાં તો લાગે મનોહર પણ એ જ્યારે ગુસ્સે થાય ત્યારે એની સામે ઊંચી આંખ કરીને જોવાની કોઈની હિંમત ન
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy