________________
૩૫૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1544
સભા વિલાયતમાં ખૂણો નથી.'
ખૂણો નહિ હોય તો બીજું કાંઈ હશે ? જે હોય તે. ખૂણાના ભાવને સમજો. હા ! એથી સ્ત્રી જાતિના હક્ક છીનવી ન લેવાય, એને ઉત્તમ ક્રિયામાં અંતરાય ન કરાય, એ મોક્ષની અધિકારિણી નથી, એમ ન કહેવાય. ધર્મની રક્ષા ઘણી વખત પુરુષો કરતાં સ્ત્રીઓએ વધારે કર્યાનાં દૃષ્ટાંત છે. શ્રાવક કરતાં શ્રાવિકાની અને સાધુ કરતાં સાધ્વીની સંખ્યા લગભગ દરેક કાળે વધારે હોય છે, ધર્મ એનાથી વધારે શોભે છે, એ બધી વાત ખરી તો પણ સાચી વસ્તુને આ શાસ્ત્ર,છુપાવે નહિ . પુરુષની પ્રધાનતાને હૃદયપૂર્વક વિચારીએ તો જરૂર વાજબી લાગે તેમ છે. પણ યુક્તિ નહિ મળે. જો કે તોયે આજના સુધારકોની સામે પાંચ-પચાસ યુક્તિઓ ધ૨ી શકીએ તેમ છીએ. હઠ કરે અને ન માને તેનો ઉપાય નથી.
આજે તો જ્ઞાન છે જ ક્યાં ?
જ્ઞાની અને સંયમીમાં મોટું અંતર છે. ભણેલો હોય તે જ સંયમી એવું નથી. સંયમી ચૌદ પૂર્વી પણ હોય અને કાંઈ નહિ જાણનારો, માત્ર અષ્ટ પ્રવચનમાતાનું જ્ઞાન ધરાવનારો, એ પણ પૂરું નહિ જાણનારો પણ ગુરુ કહે તેમ કરનારો હોય એટલે બસ.
સભા ‘કેવળજ્ઞાન ક્રમથી મળે ?’
ના ! મતિ, શ્રુત હોય પણ અવિધ કે મનઃપર્યવ ન હોય તો પણ મળે. સભા ‘જ્ઞાન ઉઘોતનો આજનો જમાનો ક્રમની વાત કરે છે ને ?’
આજે તો જ્ઞાન છે જ ક્યાં ? જ્ઞાન ઓછું ને આડંબર ઘણો છે. જ્યાં જ્ઞાન હોય ત્યાં તો શાંતિના શેરડા હોય, શુભ ભાવના ફુવારા ઊડે, જ્ઞાન વધે તેમ ઉચ્ચતા વધે પણ ઉશ્રૃંખલતા ન આવે. દેવ ગુરુ ધર્મ માટે મરજી આવે તેમ બોલનારાને જ્ઞાની કેમ કહેવાય ? જ્યારે સમ્યગ્દર્શન ઢીલું થયું એટલે જ્ઞાન ગયું. શાહુકારી ગઈ એટલે બજા૨ની આબરૂ ૨૬. આ મુંબઈમાં એ નિયમ હતો કે કોઈ પણ સારી ચીજ ઝવેરી બજા૨માંથી નીકળે પણ હવે કાયદો થયો કે ભગવાનનો વરઘોડો ઝવેરી બજારમાંથી ન કાઢવો. એ શાથી ? મૂર્ખાઓની મૂર્ખાઈથી ને ? શાહુકારો વસે એ વિસ્તારમાં ગાળો ન બોલાય, એલફેલ ન બોલાય. ગૃહસ્થના પાડોશમાં વસનારાથી હલકી ભાષા ન બોલાય. ભાષા પણ સારી બોલાવી પડે. ઝવેરી બજારમાંથી સાધુ નીકળે, પ્રભુનો કે ગુરુનો વરઘોડો નીકળે ત્યારે મોતી ઊડે કે પથરા ઊડે ? મોતી ન હોય તો પથરા ઉડાડાય એવું ખરું ? પથરા કોણ ઉડાડે ? આ બધી અધમ મનોવૃત્તિનાં પરિણામ છે. આજના