________________
154૩ – ૨૩ઃ સમ્યજ્ઞાનનું ફળ વિરતિ - 103 – ૩૫૫ એવું પણ શાસ્ત્ર કહ્યું, પણ જેનામાં જે ગુણદોષ હોય તે તો બતાવવા જ પડે ને એને છુપાવે કઈ રીતે ? વ્યવહાર બરાબર જાળવ્યો ?
અનંતજ્ઞાનીઓએ પુરુષની પ્રધાનતા બહુ વિચારપૂર્વક કહી છે. અધમ કોટિના પુરુષો અધમ માર્ગે જાય છે એ વાત જુદી. જ્યાં સમાનતા રાખવાની હતી ત્યાં જ્ઞાનીએ રાખી અને અંતર કહ્યું, કેમ કે એ વીતરાગ હતા. એવું ન હોતા તો કેવળજ્ઞાન માટે પણ યોગ્યતા ન બતાવત. પુરુષને ટક્કર મારે એવું શીલા સ્ત્રી પાળી શકે છે એમ પણ એ શાસ્ત્રકારોએ જ કહ્યું છે. કેવળજ્ઞાન થયા પછી સ્ત્રી દેશના આપે. કેમ કે પછી વિકાર ગયો. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી સ્ત્રી દેશના દે, ને પુરુષ સાંભળે તો વિપરીત પરિણામનો ઘણો સંભવ. સાંભળતાં સાંભળતાં પણ એનાં અંગોપાંગ તરફ નજર ખેંચાઈ જાય. જ્ઞાનીએ જે જે વસ્તુ ઉપયોગી હતી તે રાખી અને જ્યાં અંતર હતું ત્યાં તે પ્રમાણે કહ્યું. વ્યવહાર બરાબર જાળવ્યો એ ખૂબી. ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ સ્વામી થયા એ સ્ત્રી તીર્થંકર હતા. એમણે ગણધર સ્થાપ્યા વગેરે બધું કર્યું પણ એમની સાથે સમોસરણમાં સાધ્વીઓ જ, એ મર્યાદા સાચવી. સમાન હક્કની વાતોમાં તો માર્યા જવાશેઃ
પુરુષની પ્રધાનતા અનંતજ્ઞાનીઓએ જ્ઞાનથી જોઈને કહી છે. બધી વાતમાં યુક્તિ ન મળે. જો કે હઠવાદ ન હોય તો તો બધું મનાય તેમ છે. સમાન હક્કની વાતોમાં પડ્યા તો માર્યા જવાશે. આ વિષયમાં વધારે બોલવું યોગ્ય નથી. સ્ત્રી પુરુષની અંગરચનામાં જૈ ફેર કેમ છે, એ કહો ! મિસિસ ફલાણા લખાય છે. પણ મિસ્ટર ફલાણી લખાયું ? મિસિસની ઓળખ તો પુરુષોના નામથી થઈને ? ત્યાં પુરુષની પ્રધાનતા થઈને ? ત્યાં પ્રધાનતા માનવી જ પડી. જાય ક્યાં ? ન માને તો આબરૂ જાય. અનાદિસિદ્ધિ સિદ્ધાંતોને કમને પણ પાળવા પડે છે. નારી રાજાનાં મંત્રીઓ તો પુરુષો જ ઃ
છોકરાને પ્રેમ મા પર વધારે, મા એને વધારે સાચવે, ભીનામાંથી સૂકામાં મા સુવાડે. આમ છતાં શાળામાં કે પેઢી પર પોતાની સાથે બાપુનું નામ લખાવે છે, માનું નહિ; એનું કારણ? કોઈ કોઈ સ્ત્રી રાજા બની. પરંતુ કોઈ પણ દેશમાં કોઈ પણ કાળે જુઓ તો તંત્ર પુરુષના જ હાથમાં. નારી રાજાના મંત્રીઓ તો પુરુષો જ. પતિના મર્યા પછી મહિનાઓ સુધી ખૂણે સ્ત્રીને બેસી રહેવું પડે, પુરુષને નહિ.