________________
૩૫૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
152
એમને જરા પણ મહત્ત્વ અપાય નહિ. શાસ્ત્રની વિધિ જાણો છો ? ચંદનબાળા જેવી સાધ્વી હોય, સો સો વર્ષનો દીક્ષાપર્યાય હોય અને બીજી તરફ કઠિયારાની જાતનો આજનો દીક્ષિત સાધુ હોય અને કાંઈ ન ભણેલો હોય છતાં એ સાધ્વી ત્યાં ઊભી થાય અને એને વંદન કરે. હવે એ સાધ્વી આ સાધુની પરીક્ષા લે તો એ સાધુ એની સામે ટકે ? નહિ જ. આ વિધિ બરાબર સમજો. પુસ્તકનું જ્ઞાન પુસ્તકમાં રહી જાય અને વગર પુસ્તકના જ્ઞાનવાળાને અહીં કેવળજ્ઞાન થઈ જાય. સાધ્વીને ત્યાં પેલા કઠિયારા નવદીક્ષિત સાધુને વંદના કરતાં આંચકો ન આવે. પુરષ તથા સ્ત્રી વચ્ચે અંતર ઃ
શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવ્યું છે કે પુરુષ તથા સ્ત્રી બેય મોક્ષમાર્ગ સાધી શકે છે. પુરુષની પ્રધાનતાનો ભેદ અમુક બાબતમાં રાખ્યો. કેવળજ્ઞાન બેય પામે ત્યાં વાંધો ન કહ્યો. કેમ કે ત્યાં વીતરાગ દશા છે એટલે વેદ એક પણ નથી, સમકોટિના આત્મા છે. પુરુષ જ મોક્ષ પામે અને સ્ત્રી ન પામે એમ પણ જૈનશાસ્ત્ર કહેતું નથી. અમુક વસ્તુમાં બંનેમાં અધિકાર ભેદ જરૂર છે અને તે જ્ઞાનીએ જોયો છે માટે કહ્યો છે. સમાન પાપની ક્રિયા પુરુષ તથા સ્ત્રી સમાન રીતે કરે તો પણ ત્યાં સ્ત્રી પુરુષને નહિ પહોંચી શકે. કેમ કે પુરુષ એ પાપક્રિયાથી સાતમી નરક સુધી જઈ શકે છે, જ્યારે સ્ત્રી છઠ્ઠી નરક સુધી જ જઈ શકે છે. પાપના પરિણામની એવી તીવ્રતા એનામાં આવતી નથી. છતાં
સ્ત્રી કેવળજ્ઞાન પામે, કેમ કે, ત્યાં તો વીતરાગતા પ્રાપ્ત કરવાની છે. મુદ્દો એ છે કે કષાય ખસેડવાનું સ્ત્રી કરી શકે. પણ કષાયના બંધમાં તો સ્ત્રી જરૂર પાછી પડે. છદ્મસ્થપણે વ્યાખ્યાન સ્ત્રી ન વાંચે કેમ કે એના અંગચેષ્ટાદિથી નુકસાન થવા સંભવ છે. પુરુષ હાથ વગેરે હલાવે અને સ્ત્રી હાથ હલાવે તેની અસરમાં અંતર છે. જ્યાં જ્યાં અંતર કહ્યો તે તે પચાવવાની તેનામાં તાકાત નથી.
સભાઃ “સ્ત્રીપરિષદમાં સાધ્વી વાંચે !”
પાટે બેસીને નહિ પણ સામાન્ય રીતે સામે બેસીને વાંચે. પુરુષ બજાર વચ્ચે ઓટલે સૂઈ શકે. પણ સ્ત્રી નહિ સૂઈ શકે, કારણ કે, એની અંગરચનામાં જ ફરક છે. એ જ રીતે વિચારોમાં, ઇંદ્રિયોમાં, કાર્યવાહીમાં પણ ભેદ છે. પુરુષનો વિષય ગમે તેટલો તીવ્ર તોય શાસ્ત્ર એને તરણાનો ભડકો કહ્યો, એક ઝપાટે ખલાસ; એના વિષયનો વેગ મર્યાદિત છે. સ્ત્રીનો વિષય તીવ્ર છે. ન જાગે ત્યાં સુધી કાંઈ નહિ પણ જાગે ત્યારે એની માત્રા તીવ્ર ઘણા લાંબા સમય સુધી ન શમે; એટલું પુરુષ તથા સ્ત્રી વચ્ચે અંતર છે. સ્ત્રી મહાસતી પણ બની શકે છે