SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ 125 કે : એવા ફેરફાર કરનારા સંઘ નથી - 86 થાય છે અર્થાત્ ચિત્તકૂટ ઊંચા બને છે; અશુભ અધ્યવસાયના નાશથી શુભ અધ્યવસાય પૈદા થાય છે, જેના યોગે કર્મનો વિગમ થવાથી ચિત્તકૂટો ઉજ્વલ બને છે અને પછી સૂત્ર તથા અર્થનું નિરંતર સ્મરણ કરવાથી એ કૂટો ઝળહળતાં બને છે. નિયમ તેનું નામ કે જેનાથી ઇંદ્રિયો તથા મનનું દમન થાય. મામૂલી નિયમો જીવન પર અસર નિપજાવવા મોટા ભાગે અસમર્થ છે. જે નિયમો ઇંદ્રિય તથા મન પર અંકુશ મૂકી સ્વચ્છંદ વૃત્તિનો નાશ કરી શકતા નથી તેને વાસ્તવમાં નિયમો કેમ કહેવાય ? નિયમની વિચારણાને અંગે સામાન્ય લોક કેવો અભિપ્રાય ધરાવે છે તેની સ્પષ્ટતા કરતાં આપણે ત્રણ વિભાગ વિચારી ગયા. એક વિભાગ તો એવો છે કે; જે એને બંધન માની સ્વીકારવા તૈયાર નથી. એ તો ત્યાં સુધી કહે છે કે “મુક્તિ માટે નિયમનું કામ શું છે ? મુક્તિ એટલે સ્વતંત્રતા. સ્વતંત્ર બનવાની ઇચ્છાવાળાએ નિયમની પરતંત્રતા શા માટે સ્વીકારવી ?” આ તેમની દલીલ છે. શાસ્ત્ર કહે છે કે બંધાયેલાએ છૂટવા માટે છૂટવાની ક્રિયા તો કરવી જ પડશે. મજબૂત રીતે દોરીથી બંધાયેલા માણસે દોરી ઉકેલવાની મહેનત કરવી જ પડે છે, તો આત્મા સાથે કર્મનું બંધન તો એકમેક બની ગયું છે, આત્મા ને કર્મનો સંબંધ ક્ષીરનીર જેવો છે, એ સંબંધ ઉખાડવાના પ્રયત્ન વિના કેમ ઊખડશે ? અનાદિકાળથી કર્મથી બંધાયેલા છીએ અને નવો બંધ ચાલુ જ છે, તો એનાથી છૂટવાના. વિધાનમાં વાંધા કેમ નભે ? અત્યાર સુધી દુનિયાના બંધનમાં હતો તે હવે જ્ઞાનીની આજ્ઞાના બંધનમાં આવવાનું છે. બાલ્યવયમાં રમતગમતના બંધનમાં પડેલા બાળકને એમાંથી છોડાવી ભણતરના બંધનમાં નાખવામાં ન આવે તો રખડી જ મરે. આ જીવે આજ સુધી સ્વચ્છંદતા એટલી કેળવી છે કે હવે ખાવાપીવામાં કે પહેરવા-ઓઢવામાં એકદમ અંકુશ એને પાલવતો નથી. નિયમો એને અકારા લાગે છે. પરલોકને નહિ માનનાર નિયમથી ગભરાય એમાં નવાઈ નથી. એ તો એમ જ વિચારે છે કે-“તકલીફ શા માટે વેઠવી ?સો ચીજ મળી હોય તો પાંચ જ શું કામ ખાવી ? સોને બદલે સવાસો મેળવવા શા માટે પ્રયત્ન ન કરવો ? આવી વિચારસરણીવાળાને નિયમ એ બંધન લાગે જ. પરલોક ન માને. પરલોકનો ભય ન ધરાવે તેને નિયમની વાત ન જ ગમે. આ લોકમાં રાચીમાચીને રહેલો પરલોક માટે મહેનત કેમ કરે ? પ્રત્યક્ષ સામગ્રી મૂકી પરોક્ષની સાધનાની પંચાતમાં એ શું કામ પડે ? ખાવાથી જ શાંતિ અને પીવાથી
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy