SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1656 આવું નિર્ભીકપણે ન બોલતાં, મુનિ ઢીલું બોલે તો એ મુનિને સિંહની ઉપમા વાજબી ન ગણાય. સિંહથી હરણિયાં ત્રાસ પામે તેમ મુનિથી કુમતવાદીઓ ત્રાસ પામે જ. સૂર્યોદય થતાં જ ચોરને ત્રાસ થાય. એ સૂર્યને મનમાં ગાળો પણ દે. પણ તેથી સૂર્ય કાંઈ ઊગતો અટકે ખરો ? સત્યવાદી મુનિઓને દેખતાં કુમતવાદી રૂપી ઉન્મત્ત આત્માઓ નાસભાગ કરે. પણ એમાં વાંક કોનો ? અહિંસાની કંદરાઓને અખંડ રાખવી હશે તો એમાં સિંહો વસાવવા પડશે. જ્યાં સિંહ નહિ એ વનની મહત્તા નહિ. વનના અધિપતિ સિંહથી તો વનની ગંભીરતા અને મહત્તા છે. સભાઃ “હવે તો સિંહના નાશમાં વનની નિર્ભયતા મનાય છે !!. નાગરિકો જંગલી બનવા માંગે છે માટે એ દશા છે. પોતાના અમુક લાભ ખાતર આજના નગરવાસીઓને પણ જંગલવાસી બનવાના કોડ જાગ્યા છે. વનનો રાજા સિંહ છે. વનની એ શોભા છે. વનમાં સિંહ હોય તો ગમે તેવાને પણ સાવધ થઈને ત્યાંથી જવું પડે. જીવદયા રૂપી કંદરાઓમાં આજે હિંસક જાનવરો બહુ ઘૂસ્યાં છે અને ઘૂસવા માંડ્યાં છે. સિંહ એ રક્ષક છે. એની હિંસા મર્યાદિત છે. ક્ષુદ્ર પ્રાણીઓ પર એ ત્રાપ મારતો નથી. એની ધાકથી શુદ્ર પ્રાણીઓ ત્યાં આવે નહિ એ જુદી વાત. ક્ષુધાતુર થયા વિના સિંહ કોઈનો ઘાત કરતો નથી. ત્રાડ માર્યા વિના, સામાને ચેતવ્યા વિના એ મોટા દુશમનને પણ મારતો નથી અને પાછળથી કદી હુમલો કસ્તો નથી. સામેથી જ એ ત્રાપ મારે છે. સિંહના આ ગુણો સામે તેની હિંસકવૃત્તિ ગૌણપદે છે. જીવદયા રૂપી ગુફાઓમાં હિંસકોનો વાસ વધતો જાય છે માટે મુનિસિંહોની જરૂર છે. અર્થકામના રસિયા એ હિંસકો અહીં સમજવાના છે. અર્થકામનો રાગ છે ત્યાં હિંસક વૃત્તિ છેઃ જૈનશાસનનો એ સિદ્ધાંત છે કે જ્યાં સુધી અર્થકામનો શગ છે, રંગે રંગે એનો રંગ છે, અર્થકામ મેળવવાની આકાંક્ષા જીવતી જાગતી છે અને એ મેળવવાની પ્રવૃત્તિ ધમધોકાર ચાલુ છે ત્યાં સુધી હિંસક વૃત્તિ જ છે. સભાઃ “ધર્મબિંદુમાં કહે છે કે પરસ્પર બાધ ન આવે તેમ બધા પુરુષાર્થ સેવવા.” ત્યાં એમ કહે છે કે જે સંપૂર્ણ મોક્ષ પુરુષાર્થ ન સાધી શકે તે બીજા પુરુષાર્થ તો સાધી રહ્યો છે. પણ તે એવી રીતે સાધે કે પરસ્પર-બાધ ન આવે અર્થાત્ ધર્મને ન ભૂલે. એ આત્મા ધર્મથી ખસે નહિ માટે એમ કહ્યું છે. પરસ્પર બાધ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy