SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ 1449 –– ૧૯ : ઉધમ તો એક્માત્ર મોક્ષ માટે જ 96 – ૨૯૧ સાગરમાં ઠલવાય તોયે એ તો એવો ને એવો જ ખારો રહે. તેમ શાસ્ત્ર કહે છે કે કેટલાક દુર્ભવિ એવા મગશેળિયા છે કે ગમે તેમ કહો પણ એમને અસર ન જ થાય. માટે તો ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું કે : હમણા તણો જે સંગ ન તજે, તેહનો ગુણ નવિ રહે; ન્યું જલધિજલમાં ભળ્યું, ગંગા નીર લૂણપણું લહે. અર્થ : હીન આત્માઓનો સંસર્ગ ત્યજે નહિ તેનો ગુણ ટકતો નથી; જેમ સમુદ્રમાં ભળેલું ગંગાનું પાણી ખારું થયા વિના રહેતું નથી. વિચારો કે પૌગલિક સંયોગોની સ્થિતિ શી છે ! ઉદ્યમ મોક્ષ માટે જ જરૂરી છે. એકલા ઉદ્યમથી જ. જો અર્થકામની પ્રાપ્તિ થતી હોત તો આટલી બેકારીની બૂમ હોત જ નહિ. પાપજન્ય પ્રવૃત્તિથી સુખનાં સાધનો પણ દુ:ખકારક બને છે. ભૂતકાળનાં દીવા અને આજની લાઇટોઃ આજનાં તમામ સુખનાં સાધનો ભયંકર છે. જેટલો આરંભ-સમારંભ વધારે, જેટલો જીવઘાત વધારે, તેટલાં એ સાધનો ખતરનાક છે. દીવેલનો દીવો મોટી લાહ્ય ન લગાડે. જ્યારે વીજળીના દીવા ક્યારેક ભયંકર આગ લગાડે. દીવેલના દીવાની જ્યોતને જરા આગળ અડી જાય તો બહુ તો ફોલ્લો પડે પણ વીજળીના તારને હાથ લાગે તો મામલો ખતમ-માણસ મડદું થઈને જ પડે. વીજળીના તારને પંખીનો પગ અડે કે બિચારું ખલાસ. દીવેલનો દીવો ઠંડો, આંખના તેજને વધારે અને વીજળીના દીવા આંખના તેજનો નાશ કરે.દીવેલના દીવાની જ્યોત પર દીવેલની ધાર પડે તો દીવો ઓલવાઈ જાય, જ્યારે ઘાસલેટની ધાર પડે તો ભડકો થાય. દીવેલથી ઘાસલેટ વધારે નુકસાનકારક અને એનાથી વીજળી વધારે ભયંકર. જેના ઘરમાં વીજળી છે તેને અકસ્માત નથી થતા એ પુણ્યવાન. દીવેલના દીવાનું પાપ અને આરંભ કેટલાં ? સળગાવે અને વાપરે એટલું. વીજળીના દીવામાં આખું પાવરહાઉસ ચાલુ રહે ત્યાં સુધીનું આરંભનું પાપ માથે બેઠું છે. સંભાઃ “દેરાસરમાં પણ એ લાઇટ આવી છે ને ?” વીસમી સદીની બુદ્ધિમાં એ ગુણ છે કે પ્રભુશાસનની બુદ્ધિ પેસવા જ ન દે. એ બુદ્ધિના નિધાનોને સમજાવે કોણ ? જેમાં હિંસા વધારે એમાં લાભ તો મૂર્ખ જ માને. વીજળીની બત્તીઓ કેવી ? લાહ્ય જેવી. મંદિરમાં આ બત્તીઓથી વાતાવરણ બગડ્યું છે. એ બત્તીઓએ મંદિરોના વાતાવરણને કલુષિત કર્યું છે. બેય પ્રકારના દીવાઓનો અનુભવ કરી જુઓ તો ખબર પડશે. ઘીના દીવાના
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy