________________
1591 – ૨૬ઃ દ્રવ્યદયા.. ભાવદયા... નિર્ધામણા તથા ઉદારતા - 106 – ૪૦૩ હોય તો પછી એના પ્રત્યે વર્તાવ જુદો જ હોય. દુનિયા કહે છે કે સ્વજનને જમાડાય. પરજનને જમાડાય અને દુશ્મન પણ દાનો હોય તો તેને પણ જમાડાય. પણ જેને માટે ખાતરી હોય કે આ જમીને પણ નખ્ખોદ કાઢવાનો છે તો એવા મૂર્ખ મિત્રને પણ નિમંત્રણ ન કરાય. કહેવત છે કે, “દાનો દુશ્મન સારો પણ મૂર્ખ મિત્ર ખોટો.' દાનો દુશમન મરતાંયે કોઈનું ભૂંડું ન કરે. ભલે અમુક બાબતમાં વાંધો પડી જવાથી દુશ્મનાવટ થઈ હોય પણ તેથી સામાના ભંડાની એને ભાવના ન થાય. વિરોધીનું એ ભૂંડું ન ઇચ્છે. વિરોધીનું ભૂંડું કરવા એ કદી લુચ્ચાઓની જમાતમાં ન ભળે. ઉસૂત્રભાષીઓ ભાવદયાના ઘાતક છેઃ
ભાવ અનુકંપાને બરાબર સમજો. ભાવ અનુકંપાના ઘાતકની સેવાની ના પાડી છે. એનો સહવાસ પણ ન કરાય. ભાવ અનુકંપાના પોષક હોય એની સેવા-ભક્તિ બધું કરાય, એને તો ભેટાય પણ ખરું. ભાવ અનુકંપા ન જાણતા હોય પણ તટસ્થ હોય એવાની પણ યોગ્ય સેવા કરી લઈએ. પણ ભાવ અનુકંપાના ઘાતક હોય એવાની દયા, સેવા કે સહવાસ ન જ કરાય. ઉસૂત્રભાષીઓ ભાવદયાના ઘાતક છે. ભરત મહારાજાની જાગૃતિઃ * * *
દરદીને ઔષધ વિના ચાલતું નથી તો ત્યાં શાસ્ત્ર મના ન કરી પણ એને જો નવકાર સંભળાવવા જાય ને ત્યાં કોઈ એમ કહે કે, “હવે અત્યારે નવકાર શા ? એને બિચારાને જંપવા દો ને !” તો શાસ્ત્ર કહે છે કે એ ઊડ્યો. સારી ચીજ ચોવીસે કલાક કાને પડે તો સારું કે છેલ્લે જ રાખવી છે ? ભરત મહારાજાએ સાધર્મિકોને કહ્યું હતું કે, “તમે જિંદગીભર અહીં રહો, મારે ત્યાં જમો, આરંભ સમારંભ ન કરો, નિરંતર ધર્મધ્યાન કરો, પણ મને રોજ એટલું યાદ કરાવો કે..,
નિત મવાન, વર્ધત મ, તસ્મ ના નામ ન!' અર્થ : “હે રાજન તું (કર્મસત્તાથી) જિતાઈ રહ્યો છે, (કર્મશત્રુઓનો) ભય તારા માથે વધી રહ્યો છે માટે (કોઈ પણ જીવને અને તારા આત્માને પણ) હણ નહિ, હણ નહિ.”
“હે રાજન્ ! જગત કહે છે કે તું પખંડવિજેતા છે. પણ ખરેખર તો તું રાગાદિ આંતરશત્રુઓથી જિતાઈ ગયો છું. જગત માને છે કે તું નિર્ભય છે. પણ ખરેખર તો તારા માથે કર્મશત્રુઓનો ભય વધી રહ્યો છે, માટે હે રાજનું !