SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ 1634 ૪૪૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ છે. આજે તો પ્રવૃત્તિ, પરિણામ કશાનું ઠેકાણું નહિ ને સાચી ભાવનાની વાતો કરે એ ઉઠાવગીરી નથી ? દૂધે ધોઈને આપવાની વાતો કરે પણ વાયદા ઉપર વાયદા વીત્યે જાય તોય દોઢિયું પણ આપવાની વાત નહિ એ દેવાળિયો નથી ? સમ્યગ્દષ્ટિ જ્યાં ત્યાં ન મૂકે : સુપાત્રદાનમાં ઘેલા ન બનાય. પાત્રાપાત્રનો વિવેક કરવો જોઈએ. અનુકંપાદાનમાં દયા જ પ્રધાન છે. શ્રી જિનેશ્વરદેવોએ અનુકંપાદાનનો નિષેધ કર્યો નથી કેમ કે, ત્યાં સર્વેનાં તાત્કાલિક દુઃખ દૂર કરવાની અને સુખ કરવાની ભાવના છે. અનુકંપાદાન એ ધર્મપ્રભાવનાનું કારણ છે. સુપાત્રદાનમાં તો પહેલાં હાથ જોડાય, પછી હૈયાના ઉમળકાથી ખોબે ખોબે દેવાય. સમ્યગુદૃષ્ટિના હાથ જ્યાં ત્યાં ભેગા ન થાય, એનું મસ્તક જ્યાં ત્યાં ન ઝૂકે. વ્યવહારથી કોઈને સલામ કરવી પડે એ વાત અલગ પણ હૈયાથી ઝૂકે તો અમુકને જ, સર્વત્ર ન ઝૂકે. ‘બાપા’ બધાને ન કહેવાય. કદી કોઈ વૃદ્ધને ‘બાપા’ શબ્દથી બોલાવાય તો પણ એને માતાના પતિ ન મનાય, એની પાસે વારસો લેવા ન જવાય. એ જ રીતે સ્ત્રીમાત્રને પત્ની ન કહેવાય. મા તે મા, બહેન તે બહેન, પત્ની તે પત્ની અને ૫૨ તે ૫૨. બધે જ આંખ ન મંડાય અને માંડે તે ગુનેગાર ગણાય. સ૨કા૨ પણ એને પકડી જાય. સમ્યગ્દષ્ટિના ઉદ્ગારો કયા હોય ? સમ્યગ્દષ્ટિ વિનીત અને નમ્ર એવો હોય કે ગુણવાનના ચરણે માથું મૂકે તે એવું મૂકે કે પછી કાપી લે તો પણ ન બોલે, પણ મૂકે યોગ્ય સ્થાને જ, જ્યાં ત્યાં નહિ. શ્રી જિનેશ્વરદેવ, નિગ્રંથ ગુરુ અને તેમના અનુયાયી પાસે જ એનું શિર ઝૂકે. ‘આટલા શ્રાવકને સહાય આપી મેં જિવાડ્યા' એવું સમ્યગ્દષ્ટિ કદી ન બોલે. એ તો કહે કે, ‘હું કંગાળ એમને જિવાડનાર કોણ ? પ્રભુશાસનના પ્રભાવે જ એ પુણ્યાત્માઓ જીવે છે. હું તો એમનો સેવક છું.’ ‘ચાર-ચાર શ્રાવકોના કુટુંબને હું નભાવું છું' આવું બોલનારા કંગાળ છે અને એવાને પણ શરણે જનારા એ શ્રાવકો નથી. સાચા શ્રાવક હોય તે તો એવાને કહી દે કે, ‘શ્રી જિનેશ્વરદેવ એ જ પરમ શરણ છે. સાધર્મિક તરીકે આપને ભેટું એ વાત ખરી અને આપની ઇચ્છા હોય તો આપની સહાય લઉં પણ ખરો, પરંતુ સમય આવ્યે હું પણ ભક્તિ કરું. પુણ્યોદયે આપને ધન મળ્યું છે, મને નથી મળ્યું પણ મેં એ ધનની ઇચ્છા કરી છે જ ક્યાં ? મેં તો ‘ભવે ભવે તુમ્હેં ચલણાણં’ કહીને પ્રભુના ચરણની જ સેવા માંગી છે.’
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy