________________
1753
- ૩ઃ આશાપ્રેમ અને શાસનની વાદારી -116 – ૫૬૫ છે કે, “આપપ્ત સમાજની આ તે કેવી દરિદ્રાવસ્થા ! અમેરિકામાં તો છપ્પન માળનાં મકાનો છે અને અહીં તો આપણે ઝૂંપડીમાં પણ ઠેકાણાં નથી. આવી કંગાલિયત શું કામ વેઠો છો ? બહુ ધર્મઘેલા ન થાઓ. પહેલાં પૈસા કમાઓ પછી ધર્મની વાત કરો. ખાલી ધર્મ ધર્મ ન કરો. પૈસા હશે તો ધર્મ થશે, પૈસા હશે તો મંદિરો બંધાશે અને પૈસા હશે તો સાધુઓને રોટલા વહોરાવાશે. સાધુઓ કોના પર જીવે છે ?' આવું આવું બોલવાનો આજે બધાને સંનિપાત થયો છે. ભણેલાઓ આવા ઉદ્ગારો કાઢે છે તે એમની લાયકાત કેવી છે એ બતાવે છે. મંચ પર ચઢી તેઓ ભાષણ કરે છે કે, “હેમચંદ્રસૂરિના સામૈયા વખતે અઢારસો તો કોટિપતિઓ હતા અને આજની આપણી દશા જુઓ ! માટે હવે ધર્મની લત છોડો અને કારખાનાં ખોલો. ઉદ્યોગ વગર ઉદ્ધાર થવાનો નથી.” આવા એ ભણેલા છે. સાધુ પણ જો પાટ પરથી આવું બોલે તો બે-ચાર દિવસ તો સાંભળનારા એમની એવી વાતમાં ન ખેંચાય. પણ આઠમે દહાડે એ પણ ફરી જાય અને એવા સાધુની વાતમાં ભળી જાય. અર્થકામના રસિયા એવા ભોળા જીવોને ઝેર પાવું સહેલું છે. આવી વાત કરનાર પણ સીધી રીતે નહિ પરંતુ બહુ સિફતથી વાત કરે. આંટીઘૂંટીથી વાત કરી ભલભલાને ફસાવી દે. એમનું મોટું ન જોવામાં કલ્યાણ': ,
માને બચ્ચાને ઝેર પાવું હોય તો વાર શી લાગે ? મા પર એ બચ્ચાને વિશ્વાસ કેટલો હોય ? નવ મહિના પેટમાં સંઘરનાર માને એ બચ્ચે પોતાની મા માને, એના પર એને અનુપમ વિશ્વાસ હોય, એના હાથના સ્પર્શથી પણ એનાં રોમ ખડાં થઈ જાય. આવા વિશ્વાસુ બચ્ચાને ઝેર પાવું હોય તો એ માને વાર કેટલી લાગે ? જે લોકો દુનિયામાં ક્યાંય નથી ઠગાતા એવા પણ સ્ત્રી પાસે ઠગાય છે, કેમ કે ત્યાં પત્ની તરીકે વિશ્વાસ છે. ભલભલા ઉઠાવગીરોને પાણી પાનારા પણ પત્નીથી સહેજવારમાં ઠગાય છે. ગુરુ ઉપર પણ ભક્તનો વિશ્વાસ કાંઈ કામ નથી. ગુરુને તો એ તારક માને છે. એવા વિશ્વાસુને ઝેર પાવું હોય તો ગુરુને વાર શી લાગે ? શાસ્ત્ર કહે છે કે, “કસાઈ સારા કે જે ગણતરીના જીવોની કતલ કરે છે અને તે પણ કહીને કરે છે. જ્યારે ગુરુ તો પોતાના ચરણમાં હજારો આત્માઓ વિશ્વાસ મૂકે છે. તેમની કતલ કરે છે. એ વિશ્વાસુઓનો વિશ્વાસઘાત કરી એમની અનંત જિંદગી બરબાદ કરે છે. માટે તો શાસ્ત્ર કહે છે કે, “સાંભળ્યા વિના રહેવું એ સારું પણ ઉત્સુત્રભાષીનું સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા.” એવાને તો, “અદીઢ કલ્યાણ કરા” એટલે કે “ન જોયા સારા' કહ્યા છે. એમનું મોટું ન જોવામાં જ કલ્યાણ છે.