________________
૫૯૯ –- - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- 1754 ....આવા પણ સમ્યગદષ્ટિ આજે ઘણા છેઃ
અમૃતે પાવામાં હજી મુશ્કેલી પણ ઝેર પાવામાં મુશ્કેલી શી ? જેને સંસાર ગમે છે અને ત્યાગરૂપી અમૃત પાવું મુશ્કેલ છે. પણ સંસારના રસનું ઝેર પાવામાં કોઈ મુશ્કેલી નથી. પૈસાટકા, રાજઋદ્ધિ, સુખસાહ્યબીના રસિયા જીવોને એ બધી ચીજો મેળવવા જેવી સમજાવી એમને રાજી કરવા અને એ ઝેર એમને પાવું એમાં કોઈ મુશ્કેલી છે ? એમની પાસે એ બધું સારું કહેનારાની પાછળ પાગલ બનવામાં એમને વાર નહિ. એ બધાને ખોટું સમજાવી ફકીરીને સાચી સમજાવવી એ બહુ મુશ્કેલ છે. સંસારમાં ચીટકેલાને વધારે ચીટકાવવા એમાં જરા સિમેન્ટ લગાડો એટલે બરાબર મજબૂત થઈ જાય. સંસારીને સંસારના રસિયા બનાવવા મુશ્કેલ છે એવું કહેનાર મહામૂર્ખ છે. એક વેશ્યા આવે ને જરા હાવભાવ કરે એટલે માણસ પાગલ બને. ગમે તેવો ગુસ્સો ધરાવનારો માણસ પણ સ્ત્રી પાસે ગુલામ થઈ જાય. એ કહે તો બે કલાક ત્યાં બેસી રહે, કારણ કે ત્યાં વાસના બેઠેલી છે. દુનિયાના પદાર્થના પ્રેમ દ્વારા તો તમને જેમ ફેરવવા હોય તેમ ફેરવાય. એક પથસે મૂકી તેના ઉપર જરા કંકુ કે સિંદૂર લગાડીને કહેવામાં આવે કે, “આને જે નમે તેના વાંછિત ફળે” તો જુઓ! એને નમવા લાઇન લાગે છે કે નહિ ? સારો માણસ સૌના દેખતાં કદાચ સીધો ન નમે તો પણ, ત્યાંથી પસાર થાય ત્યારે જોઈ ન કોઈ જાય તે રીતે હાથ જોડી લે અને કદાચ કોઈ જોઈ જાય ને પૂછે તો કહે કે, “હાથ જોડ્યા તેમાં આપણું ગયું શું ? લાભ થઈ જશે તો ઠીક છે નહિ તો કાંઈ જવાનું તો નથી ને ?' આવા પણ સમ્યગુષ્ટિ આજે ઘણા છે. શ્રી જિનેશ્વરદેવોની કરામત ઃ
આવા મૂર્ખ અર્થકામના રસિયાઓને પાગલ બનાવવા જરા પણ મુશ્કેલ નથી. રમણીનાં રૂ૫ વર્ણવવામાં અને પૈસાનાં સુખ વર્ણવવામાં મુશીબત શી છે ? પૈસા વગેરે સાહ્યબીને ખોટી સમજાવવામાં કરામત જોઈએ, આપણા શ્રી જિનેશ્વરદેવો એવી કરામત કરી ગયા છે. એવી કરામત કરીને જ એમણે ચક્રવર્તીઓને પણ ભિક્ષુક બનાવ્યા છે. લાખોનો પાલનહાર, છ ખંડનો માલિક પણ “ધર્મલાભ” કહીને હાથ ધરતો થાય એ શ્રી જિનેશ્વરદેવની કરામતના યોગે જ. આવા કીમિયાના શોધક માત્ર શ્રી જિનેશ્વરદેવો જ છે. છ ખંડનો માલિક પણ દીક્ષા લીધા પછી વસ્તીમાં આવે ત્યારે કોઈ પણ સ્થાનમાં ઊતરવા માટે તેના માલિકની રજા માગે અને સામો જો ના પાડે તો પ્રસન્ન ચિત્તે “ધર્મલાભ' આપીને ત્યાંથી ચાલતો થાય. આ કીમિયો કાંઈ જેવો તેવો છે ? ચોવીસે કલાક