________________
1755
૩૯ આશા પ્રેમ અને શાસનની વફાદારી -116 –– ૫૭ શરીરની સેવામાં રચ્યાપચ્યા રહેનારને ચોવીસે કલાક શરીરની સેવાનો ત્યાગી બનાવવો એ કાંઈ જેવી તેવી વાત નથી. એક લાખ બાણું હજાર અંતઃપુરીના માલિક એવા ચક્રવર્તી પાસે ક્ષણમાત્રમાં ત્યાગ કરાવનાર કીમિયાગરના જ આપણે સેવક છીએ. આપણે જો સંસારની પાછળ ઘેલા બનીએ તો આપણા જેવા કર્મફૂટેલા કોઈ નહિ. શાસનને મારું મનાય તો મૌન ન રહેઃ
શાસનને મારું મનાય તો એના નાશના પ્રયત્નો સામે રાખ્યું પણ મૌન ન રહે, તો સ્વયં તો શાનું રહે ? ન જ રહે. આજ્ઞાભંગ કરનારા એમનાં વ્રતો લોપે છે અને એવાના સહાયકો પણ પોતાનાં વ્રતો લોપે છે. એકલા રહેવું પડે એની ફિકર નહિ. પણ આજ્ઞાભ્રષ્ટોના ટોળામાં ન રહેવાય. રાણો પ્રતાપ એકલો રહ્યો, બધું દુઃખ સહ્યું પણ એણે પોતાનો ધર્મ ન છોડ્યો. એ સારો કહેવાય છે કે ખોટો ? આપણે તો શ્રી જિનેશ્વરદેવના સેવક કહેવાઈએ છીએ. છતાં એવી રીતે એકલા રહેવાની હામ ન બતાવી શકીએ ? આવ્યા એકલા, જવાના એકલા, તો બેકલાનો મોહ શા માટે ? એવા કુસંગમાં રહેવું શા માટે ? - શ્રીસંઘમાં આચાર્યો એ મુખ્ય છે. હવે એ આચાર્યની શી ફરજો છે તે જોવાની છે, જે હવે પછી.