________________
૧૫: શાસ્ત્રવચનની શ્રદ્ધા – 95
૨૩૫
રહેલા શ્રી જિનેશ્વરદેવો, શ્રી જિનલ્પી મહાત્માઓ વગેરે અપ્રમત્ત દશામાં વર્તતા આત્માઓને પણ આ ક્ષમા હોય છે. એ આત્માઓ એવા કેળવાઈ ગયા હોય છે કે જેને ગુસ્સો જ ન આવે. ગમે તેવા પ્રસંગો આવે, ગમે તેવી પીડા કે તકલીફો હોય, અરે ! પ્રાણ જવાનો પ્રસંગ આવી લાગે તો પણ એને કષાય નામેય સ્પર્શી શકે નહિ. એમની પ્રકૃતિ જ એવી. પાણી ઠંડું એ એનો સ્વભાવ જ છે; એ રીતે એ આત્માનો પણ સ્વભાવ જ એવો. આત્માના ગુણરૂપ એ ક્ષમા બની ગઈ. એ જ સ્વભાવ ક્ષમા અર્થાત્ ધર્મક્ષમા.
1423
ક્ષમાના પાંચ પ્રકાર છે : (૧) ઉપકાર ક્ષમા, (૨) અપકાર ક્ષમા, (૩) વિપાક ક્ષમા, (૪) વચન ક્ષમા, (૫) સ્વભાવ ક્ષમા.
પહેલી ત્રણ પ્રકારની ક્ષમા મિથ્યાષ્ટિને પણ હોય. પછીની બે સમ્યગ્દષ્ટિને જ હોય. તેમાંય પાંચમી સ્વભાવ ક્ષમા તો છà ગુણઠાણે રહેલા શ્રી જિનેશ્વરદેવો; શ્રી જિનકલ્પી મહાત્માઓને તથા ઉપરના ગુણઠાણે રહેલા મહાત્માઓને જ હોય છે.
ઉપકાર ક્ષમા-૧ :
કોઈએ કાંઈ ભલું કર્યું હોય, એ કદી કટુ શબ્દો સંભળાવે તે એના ઉપકારને યાદ કરીને ગમ ખાઈ ક્ષમા રાખવી તે ‘ઉપકાર ક્ષમા'. નોકરો શેઠની ગાળ ખાઈ લે છે ને વેપારીઓ ગ્રાહકની ગાળો સાંભળી લે છે. એવા પણ વેપારીઓ છે કે જે ગ્રાહકની ગાળ ખાઈને પણ ગ્રાહકનાં મન સાચવે છે. પોતાનો લાભ દેખાય ત્યાં બધું ભૂલે. ઘરમાં પણ કોઈ માણસ ન ગમતો હોય છતાં એની પાસે કામ લેવા માટે એને નભાવવો પડે છે એ ઉપકાર ક્ષમામાં જાય. ઉપકારને પણ ભૂલીને આક્રેશ કરનારા કૃતઘ્ની છે. તેના કરતાં આ ઘણા સારા. છતાં આ તાત્ત્વિક ક્ષમા નથી.
અપકાર ક્ષમા–૨:
પોલીસ દંડો ઉપાડે ત્યારે વિચાર આવે કે જો કાંઈ બોલવા ગયા તો દંડા પડશે માટે ગમ ખાઈને ક્ષમા રાખવી, ગુસ્સો ન લાવવો તે ‘અપકાર ક્ષમા' છે. એવા પણ મૂર્ખ હોય છે કે ત્યાં પણ પરિણામનો વિચાર કર્યા વિના ગુસ્સો કરે છે ને માર ખાય છે. તેના કરતાં પરિણામનો વિચાર કરીને ગમ ખાઈ જનારા ડાહ્યા ખરા પરંતુ આ તાત્ત્વિક ક્ષમા નથી. અપકારના ભયથી રાખેલી ક્ષમા છે. એ બે ક્ષમા તાત્ત્વિક નથી :
આ બે ક્ષમા કોઈ પણ વ્યક્તિને હોઈ શકે છે. બળવાન આગળ નબળાની