SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ 1424 ૨૩૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ક્ષમા એ કાંઈ તાત્ત્વિક ક્ષમા નથી. આ બે ય ક્ષમા મિથ્યાદષ્ટિને પણ હોઈ શકે છે. માટે તો શાસ્ત્ર વારંવાર કહે છે કે જરા ગુણ દેખો કે ઉતાવળા ન થાઓ, જરા થોભો, વિચાર કરો કે એની ઉત્પત્તિ ક્યાંથી છે ? સ્ત્રીઓ ઘ૨માં પરાભવ ઓછો સહે છે ? ઘણો સહે છે; માટે એને તપસ્વિની કે ક્ષમાધારિણી કહેવી ? ના. ત્યાં તો લાલસાઓની ગુલામી છે માટે બધું સહે છે. તમને ખરેખર એ દેવ માનીને સેવે છે એમ ? સીતાજી જેવા માટે કહી શકીએ કે એ મહાસતી, મહાપતિવ્રતા, પતિભક્તિપરાયણ હતાં. પિતાના વચન ખાતર રામચંદ્રજી વનવાસ જવા નીકળ્યા ત્યારે સીતાને પૂછવા ગયા હતા ? નહિ જ. છતાં સીતાજી તરત જ પાછળ ચાલી નીકળ્યાં હતાં. એ કાંઈ જેવાં તેવાં ન હતાં. રાજવૈભવમાં ઊછરેલી એ સુકોમળ બાળા રાજા જનકની પુત્રી અને ભામંડળની બહેન હતી. નવયૌવના હતી. રામચંદ્રજી એમને પરણીને આવ્યા ને તરત આ બનાવ બન્યો છે. છતાં ક્ષણનો પણ વિચાર કર્યા વિના એ રામચંદ્રજીની પાછળ વનમાં જવા ચાલ્યાં. ‘જ્યાં પતિ ત્યાં હું, જ્યાં કાયા ત્યાં છાયા' આવી તો એ મહાદેવીની દૃઢ માન્યતા હતી: આજે તો સમાન હકની મારામારી ચાલે છે ને ? સીતાજીએ પોતાની ફરજ વિચારી : માબાપની આજ્ઞા પાળવી હોય, એમની ભક્તિ કરવી હોય તો આજે તો મોટે ભાગે સ્ત્રીને પૂછવું પડે. આજની સ્ત્રી તો કહી દે કે-‘મને પૂછ્યા વિના માબાપની ભક્તિ કરનારા તમે કોણ ? મારું કહ્યું માનવું ન હતું અને માબાપ કહે તેમ જ કરવું હતું તો મને પરણ્યા શું કામ ?' માબાપ-દેવ-ગુરુ-ધર્મની ભક્તિ, ઘરની સ્ત્રી કહે તો જ થાય એવું ગુલામીખત લખી આપવું છે ? આવું ગુલામીખત સહી કરીને પછી જ પરણે એવી આજના મોટા ભાગની દશા છે. દેવ-ગુરુ-ધર્મ-માતા-પિતા અને ઘરમાં વડીલ આદિની ભક્તિ માટે સ્ત્રીની આજ્ઞાની જરૂર ખરી ? સીતાજીને બોલતાં નહોતું આવડતું કે ‘મને પૂછ્યું કેમ નહિ ? પૂછવું નહોતું તો પરણ્યા શું કામ ?' આવું કશું રામચંદ્રજીને ન કહેતાં એમણે તો ફક્ત પોતાની ફરજનો જ વિચાર કર્યો. પતિ પોતાના પિતાની આજ્ઞા પાળવા વનવાસ જાય છે તો મારી ફરજ તેમની સાથે જવાની, એટલું વિચારી સીધાં પાછળ ગયાં છે. આ આર્ય સંસ્કાર છે. ખરા-ખોટાનો વિવેક કરો ! આજના સંસ્કારો ભયંકર છે. એનો ફેલાવો એ અધઃપાતની નિશાની છે. એ મરવાનાં લક્ષણ છે, જીવવાનાં નહિ. પુરુષ સ્ત્રીને લાવે એટલે પિતાનો પુત્ર મટી જાય એમ ? પોતાને પરણ્યા પછી પતિને પોતાનાં મા-બાપના દીકરા મટી
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy