SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ 125. - ૧૫ : શાસ્ત્રવચનની શ્રદ્ધ - 95 ૨૩૭ જવાનું કહે એ. આર્ય સ્ત્રીના સંસ્કાર છે ? સ્ત્રી પરણનારે મા-બાપના દીકરા મટી જવું જોઈએ એમ ? પોતાના નામ સાથે પિતાનું નામ જોડે છે કે પત્નીનું ? પેઢી પિતાના નામની, ઓળખાય પિતાના નામથી, વારસો પિતાનો ખાય અને આજ્ઞા સ્ત્રીની માનવાની, આ ક્યાંનો ન્યાય ? વળી એ આજ્ઞા પણ કેવી ! છેક મા-બાપના મટી જવા સુધીની ! પેલો પુરુષ કહે છે કે-“પણ આ તો મારી માતા, નવ માસ મને ગર્ભમાં રાખનારી, ભીનામાંથી સૂકામાં પોઢાડનારી, પાળીપોષીને મોટો કરનારી, મારી ખાતર કડવા ઉકાળા પોતે પીનારી, આ મારી સગી જનેતા છે, તોયે તેની સ્ત્રી કહી દે કે “એ બધી વાત ખરી પણ મારે તો હૂતો દૂતી બે સિવાય ત્રીજું તૂત ને જોઈએ.' બોલો ! આ કેવી ભયંકર હાલત છે ? સીતાજીમાં . તો સાચો પ્રતિપ્રેમ હતો. એમનામાં વિષયવાસના નહોતી એમ આપણે કહેવા નથી માગતા પણ બહુલતા એની નહિ. જ્યારે આજે બહુલતા વિષયવાસનાની અને પતિપ્રેમ નામનો, એવી સ્થિતિ છે. એમ ન હોય તો પતિ ફરજ બજાવે, જીવન સુધારે, સન્માર્ગે જાય ત્યાં પત્નીથી આડે અવાય ? પતિ-પત્ની પરસ્પરના હિતમાં રાજી હોય કે નારાજ ? ખરા-ખોટાનો વિવેક તો કરવો પડશે ને ? ખંડન વિના મંડળ નહિ ખોટાને ખંડ્યા વિના અને ખરાને મંડ્યા વિના નહિ ચાલે. ખોટાના ખંડન વિના ખરાનું મંડળ થાય જ નહિ. એકલું ખંડન થાય શી રીતે ? દરજી પણ કાતર મૂક્યા વિના કોટ-ખમીસ નહિ સીવી આપે. કાતર વિના સોય, દોરો, સંચો, કારીગર. એ તમામ નકામાં. આખા તાકા પર કાતર ફર્યા વિના કોટ સીવાય ? વેતર્યા પછી પણ ગમે તેવો હોશિયાર કારીગર હોય તોયે નાના નાના કટકા તો કાઢવા જ પડે છે. સભાઃ “અત્યારે તો ઘણા કાઢવા પડે છે.” એ ફેશન વધી માટે; પણ એ વાત જવા દો. આપણી મુદ્દાની વાત એ છે કે કોઈ પણ ખોટી વાતનો વિરોધ કરવો જ પડે. ખોટી વાતનો વિરોધ એ વિરોધ નથી. સ્વરૂપ બતાવ્યા વિના છૂટકો થાય જ નહિ. ક્ષમા, શાંતિ કે કોઈ પણ ગુણ જુઓ ત્યાં જરા થોભો અને વિચારો કે એ શા માટે છે ? અલબત્ત, એવા સમયમાં પણ જે ક્ષમાં નથી રાખતા એનાથી એ સારો; ભયંકર પ્રસંગમાં પણ પરિણામને વિચાર્યા વિના ગુસ્સો કરનારા મૂર્ખાઓ કરતાં એ સારો; પણ એટલા ઉપરથી એને ધર્માત્મા ન કહેવાય. જેટલા ગરજવાન અને ડરપોક, તેમનામાં આ બે ક્ષમા તો હોય, હોય ને હોય જ.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy