________________
૨૩૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
126 - ત્રીજી વિપાક ક્ષમા મિથ્યાષ્ટિને પણ હોય અને ચોથી વચન ક્ષમા તો સમ્યગ્દષ્ટિ વગેરેને જ હોય. ત્રીજી ક્ષમા તો ઢીલા પોચાને પણ હોય, ચોથી સમ્યગ્દષ્ટિ વગેરેને અને પાંચમી ધર્મમાં તો સંપૂર્ણ આત્મરંગે રંગાયેલા અપ્રમત્ત મહાત્માઓને જ હોય. વિપાક ક્ષમા-૩
કષાયના વિપાક જાણી, નરકાદિ દુર્ગતિનું સ્વરૂપ જાણી, ત્યાં જવાના ભયથી ક્ષમા રાખે તે “વિપાક ક્ષમા'. દુર્ગતિથી ડરીને એ ધ કરતો નથી. શાસ્ત્ર કહે છે કે આ સોદો છે. ભયથી એણે ક્ષમા રાખી છે. આ ક્ષમા પણ આસ્તિકને આવે. કર્મને, કર્મના સ્વરૂપને, બંધને અને દુર્ગતિને માને તો આ ક્ષમા આવે ને ? નાસ્તિક તો આ બધું માને જ નહિ પછી એને ક્યાંથી આવે ? શાસ્ત્ર કહે છે કે કોઈવાર આપત્તિ પ્રસંગે શંકારૂપે એને પણ આવી જાય પણ બહુલતયા એ ટકે નહિ. બહુ આપત્તિ પડે, ઠોકર વાગે ત્યારે એને એવી શંકાં થઈ જાય કે શું જ્ઞાનીના વચન ખરાં હશે ? પણ એ પાછું ટકે નહિ. ક્વચિત્ ટકે તો નાસ્તિકપણું ખસી જાય ને આસ્તિકપણે પામી જાય પણ બહુધા ન પામે. દુનિયામાં ડાહ્યાની સલાહ ન માનનારને પણ કોઈ વખત થપ્પડ વાગે ત્યારે ઘડીક એમ થઈ જાય છે કે ફલાણાની સલાહ માની હોત તો ઠીક થાત પણ વળી પાછું થઈ જાય કે “ઠીક છે હવે એ તો, ફાવ્યું વખાણાય.”એમ મન વાળીને પાછો કરતો હોય એમ કરે. શ્રી સિદ્ધગિરિનો જ્વલંત પ્રભાવઃ
શ્રી સિદ્ધગિરિજીનું વાતાવરણ જ એવું છે કે ત્યાં ગમે તેવો નાસ્તિક જાય તો પણ એકવાર તો માથું હલાવે. “કાંઈક મહિમા છે” એમ એને એકવાર તો થાય પણ પાછો બહાર આવે ત્યાં ચક્ર ફરે. એમ થાય કે “ઠીક હવે, એમાં કયો મહિમા થઈ ગયો !” શ્રી સિદ્ધગિરિજી ઉપર “વિ-અભગિની પરીક્ષા થાય પણ નાસ્તિક-આસ્તિકની પરીક્ષા એકદમ ન થાય; કેમકે એકવાર તો નાસ્તિક પણ માથું હલાવે એવો એ શાશ્વત ગિરિરાજનો જ્વલંત પ્રભાવ છે.
આ ત્રીજી વિપાક ક્ષમા મોટા ભાગે મંદમિથ્યાષ્ટિને આવે, બાકી વર્તમાનના કટુ વિપાકના યોગે ગાઢ મિથ્યાષ્ટિને ક્યારેક આવી જાય તે વાત જુદી. આ ક્ષમાની માત્રા પહેલી બે ક્ષમા કરતાં કેટલાય ગણી વધારે તોયે ક્ષમા કહેવાય ઢીલી. નરકે ન જવું પડે માટે એ ક્ષમાનું પાલન છે ને ? ધ્રુધ ભૂંડો છે માટે એં પાલન નથી. લોભી વેપારી પણ ચોરીનો માલ બે રીતે ન લે. એક તો “ચોરી એ પાપ છે, શાસ્ત્ર ના પાડે છે, ચોરી ન જ કરાય અને ચોરીનો માલ