SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1246 નાદાનમાં નાદાન અને કઠોરમાં કઠોર માણસ પણ માબાપની આંખમાં આંસુ જોઈને પીગળે છે તો સંયમી થનાર એમ તરછીડીને ચાલ્યો જાય ? સંયમી થનાર માબાપનો ભક્ત ન હોય એમ તમે માનો છો ? જે પોતાનાં માબાપને એવી હાલતમાં લટકાવીને અહીં આવે તે અહીં ગુરુનું પણ શું ઉકાળે ? આ બધી તો દીક્ષાના વિરોધીઓએ દીક્ષિતને હલકા પાડવા માટે ઉપજાવી કાઢેલી વાતો છે. - હવે તો બીજી પણ અનેક બનાવટી વાતો લખી ખોટું સાહિત્ય, ફેલાવાય છે કે જેનાથી જનતા ભ્રમમાં પડે અને અન્ય પ્રજામાં દીક્ષા હલકી પડે. દીક્ષા, દીક્ષા દેનાર અને દીક્ષા લેનારને હલકા ચીતરવાના આ બધા અધમ પ્રયત્નો છે. કોઈ દીક્ષિતની સ્ત્રી ભૂખે મરતી હોય એવો એક તો દાખલો બતાવો ? એવું બને તો તો જૈન સમાજને કલંક લાગે. દુનિયામાં એવા ઘણા છે કે જેના ઘરમાં ખાનાર ઘણા છે ને કમાનાર એક છે અને તેને પણ મહિને માંડ પચાસ મળે છે. એ બધાની ચિંતા આ દયાળુઓને આવતી નથી અને વિચારોનો હારડો ફક્ત દીક્ષા માટે જ ખડો થાય છે. દીક્ષા લઈને છોડે તો ? હવે દીક્ષા લઈને કદી ભાંગે તો ? એ મુદ્દા ઉપર આવીએ. દીક્ષા લીધા પહેલાં પાપજીવન હતું, દીક્ષા લીધી અને જેટલો સમય પાળી એ ધર્મજીવન અને દીક્ષા છોડ્યા પછી પાછું પાપજીવન. આ રીતે આગળપાછળ તો પાપજીવન ખરું પણ વચ્ચે જે ધર્મજીવન છે એની કાંઈ કિંમત ખરી કે નહિ ? એની કિંમત ઘણી છે. ધર્મીજીવનથી કર્મના યોગે પહેલો જીવ લાયક હોય તો પૂર્વના પાપજીવન જેવી ક્યિા પછીના જીવનમાં તો કદી ન જ કરે, એવા એ વચલા ધર્મીજીવનના સંસ્કાર રહી જાય છે. નિયમ જેને હોય તે અમુક વસ્તુ ભૂલથી મોંમાં મૂકી દે કે ઝટ ઘૂંકી કાઢે, કોગળા કરે, મોં સાફ કરે. એ બધું કરે પણ નિયમ વગરનો તો ગળે ઉતારી જ જાય. એ વિચારે કે એકવાર તો સ્વાદ લઈ લેવા દે. એક પાવલું પીધું તોયે વટલાયા અને વધુ પીએ તોયે વટલાયા. માટે નિયમ બહુ જરૂરી છે. નિયમરૂપી સુવર્ણ શીલાતલ પર ચિત્તરૂપી કૂટથી શ્રી સંઘમેરૂ દીપે છે. નિયમ વડે અશુભ અધ્યવસાયનો ત્યાગ થાય છે. એથી ચિત્ત ઉચ્ચતાને પામે છે. પછી કર્મમલનો ક્ષય થાય તેવી ક્રિયાથી એ ચિત્તકૂટો ઉજ્વલ બને છે અને સૂત્ર તથા અર્થનું નિરંતર સ્મરણ કરવાથી એ ઝળહળતાં બને છે. આ વિષયમાં શાસ્ત્રકાર ભગવંત આગળ શું ફરમાવે છે તે હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy