________________
૫૨૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી મહારાજા શ્રી નંદીસૂત્રમાં ચૌદ ગાથા દ્વારા શ્રીસંઘનું જે વર્ણન કરી ગયા, તે આપણે વિસ્તારથી જોઈ ગયા. હવે શ્રી સંબોધ પ્રકરણમાં ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રીસંઘના સંબંધમાં જે ફરમાવે છે તે જોઈએ. જેને તેને સંઘ ન કહેવાય ?
તેઓશ્રી ફરમાવે છે કે શ્રીસંઘ એ ઘણી જ અનુપમ વસ્તુ છે. જેને તેને સંઘ કહેવામાં આવે તો સમ્યકત્વ નાશ પામે અને મિથ્યાત્વ આવે. શ્રી તીર્થંકરદેવ પછી તરત જ શ્રીસંઘ પૂજ્ય કોટિમાં આવે છે, પરંતુ જે સંઘમાં સંઘત્વ ન હોય તે પૂજ્ય કોટિમાં તો નથી રહેતો. પણ સહવાસ કરવાને યોગ્ય કોટિમાં પણ નથી રહેતો. જેટલી વસ્તુની મહત્તા તેટલી એની મોટાઈ જોઈએ. નંદીસૂત્રમાં તો શ્રી દેવવાચક ગણિવરજી મહારાજા મંગલાચરણ કરતા હોઈ માત્ર ત્યાં મંડનાત્મક સ્વરૂપ છે, જ્યારે અહીં પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા તો ખાસ સ્વરૂપ વર્ણવતા હોઈ સંઘ તરીકે ઓળખાતા સમુદાયના ગુણ-દોષ બંને કહે છે. કોને સંઘ કહેવાય અને કોને સંઘ ન ક ાય એ બેય વાતનું વર્ણન કરે છે. મુખ્યતયા શ્રમણ સમુદાય તે સંઘ ઃ | મુખ્યતયા તો શ્રમણ સમુદાયને સંઘ કહેવામાં આવે છે. જેમાં ચાર પ્રકારનો સંઘ કહેવાય છે તેમ પ્રથમ ગણધરને પણ સંઘ કહેવામાં આવે છે. બીજા એની નિશ્રામાં માટે એ પણ સંઘમાં ગણાય. જો સંઘને સામાન્ય અર્થમાં પૂજ્ય ગણીએ તો તો શ્રાવકને પણ સાધુ હાથ જોડે, પણ મર્યાદા એવી નથી. ચારેય એકત્રિત થાય ત્યારે એ તમામ સંઘ કોટિમાં છે. શ્રાવક-શ્રાવક ભેગા થાય તો પરસ્પર હાથ જોડે, ભક્તિ કરે, એ બધું બને. પણ એકબીજાને ઇચ્છામિ ખમાસમણા ન દે. સંઘ એ શ્રી તીર્થકરવત્ પૂજ્ય છે માટે શ્રાવકને વંદન થાય ? કદી નહિ. સંઘમાં આચાર્ય મુખ્ય છે અને બધા આચાર્યની નિશ્રામાં છે. માટે આચાર્ય પૂજ્ય છે. પણ તે યોગ્યતા અનુસાર. હજારો સાધુઓ સંઘમાં ખરા પણ એ બધા આચાર્યને નમે પણ આચાર્ય એમને ન નમે. આજ્ઞામાં હોય તે સંઘ ઃ
શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે, સુખશીલિયાઓ સદા પોતાના શરીર સામે જુએ. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની વાત આવે કે તરત શરીર તપાસે. માત્ર સુખશીલિયા જ હોય તે તો ઠીક પણ આગળ વધીને સ્વચ્છંદવિહારી બન્યો તે તો શિવપંથના વૈરી થયા, કેમ કે એ તો મરજી આવે