SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 1550 “સાહેબ ! આધિ, વ્યાધિ, ઉપાધિમાં મરી રહ્યા છીએ. એનાથી ભરેલા સંસારમાં તો ક્ષણ એકની પણ શાંતિ નથી. શાંતિ તો ધર્મમાં છે માટે એ જ બતાવો.” સાધુ પાસે આવવાનું એટલા માટે જ છે. તમે ઉપાધિ મૂકીને અહીં આવો તો ઉત્તમ પણ એ ન બને તો ઉપાધિ લેવા તો ન જ આવતા. તમે એ ભૂલી ગયા માટે આ દશા આવી, નહિ તો વેષધારીઓ આ શાસનમાં નભે ? આજે તો એ વેષધારીઓ તમને ઘેટાં સમજે છે. એ કહે છે કે આ ગાડરડાંઓને તો જેમ હાંકવાં હોય તેમ હકીએ. જે શાસનમાં ત્યાગના ફુવારા ઊડે, જ્યાં શ્રી જિનેશ્વરદેવો, ગણધરદેવો, પૂર્વધરો, આચાર્યો અને મુનિઓ બધા જ ત્યાગી, ત્યાં વેષધારીઓ નભે ? શ્રી જિનેશ્વરદેવને રિદ્ધિ સિદ્ધિનો પાર ન હતો, જન્મતાં જ દેવો અને ઇંદ્ર જેમની સેવામાં હાજર રહેતા, એ જ ભવમાં જેમની મુક્તિ નિશ્ચિત હતી, છતાં સઘળી સાહ્યબીનો ત્યાગ કરી તેમણે દીક્ષા લીધી, અટવીમાં ભટક્યા, ઘોર ઉપસર્ગો અને પરિષહો સહ્યા ત્યારે કેવળજ્ઞાન પામ્યા. આવા તો આ શાસનમાં દેવ છે અને ગુરુ કેવળ નિઃસ્પૃહ છે અને દુનિયાના કોઈ પણ પદાર્થની સ્પૃહા ન હોય તે આ શાસનમાં ગુરુ થવાને લાયક છે. મહાવ્રતોને ધરનારા, એ મહાવ્રતોને પાળવામાં ધીર નિર્દોષ ભિક્ષાથી જ જીવનનિર્વાહ કરનારા, સમભાવમાં, સામાયિકમાં સ્થિર રહેનારા અને ધાર્મિક ઉપદેશક જે હોય તે જ ગુરુઓ હોય છે. શ્રી શ્રેણિક મહારાજા જેવા પરમ ભક્તને ભોજનના થાળ મોકલવાનું ગૌતમ મહારાજાએ કહ્યું હોત તો ? પણ એ કહે જ શાના ? શ્રી ઋષભદેવ ભગવાને ફાગણ વદ-આઠમે દીક્ષા લીધી. પછી જ્યાં ભિક્ષાએ જતા ત્યાં લોકો હાથી, ઘોડા, હીરા, માણેક અને પોતાની ઉત્તમ કન્યાઓ આગળ ધરતા. ભગવાનને તો એ કશાનો ખપ જ ક્યાં હતો ? પોતાને યોગ્ય ભિક્ષા ન મળવાથી સાડા તેર મહિના આહાર વિના વિચર્યા. બીજા વર્ષની વૈશાખ સુદી ત્રીજે શ્રી શ્રેયાંસકુમારના હાથે નિર્દોષ ભિક્ષા મળી ત્યારે પારણું થયું. આમ રાજા મહારાજા ગુરુ પણ ભિક્ષા માંગીને સંયમપાલન કરતા. આહાર પણ રૂક્ષ અને તુચ્છ લેવાનો. ન કરી શકો તે બને પણ તેથી મૂળમાં ઘા ન કરોઃ જે શાસનમાં આવા દેવ, આવા ગુરુ અને ધર્મપાલનની આ વિધિ ત્યાં કોઈ પણ પ્રકારના ગોટાળા નભે ? પણ એ તમારા પોલાણથી નભ્યા. તમે મજબૂત રહ્યા હોત તો આજની દશા ન હોત. તમે તેમને કહી શકો કે, “મહારાજ ! જેમ અત્યારે ગૌતમ મહારાજ જેવું સંયમ નથી. તેમ તે સમયનું શ્રાવકપણું પણ નથી
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy