________________
1561 – ૨૪ શાસનના ચરણે સર્વસ્વનું સમર્પણ કરો – 104 - ૩૭૩ એટલે એવા સંયમનો અમે આપના માટે આગ્રહ નથી રાખતા પણ તેથી એ સંયમનાં મૂળત્તો ન ઉખેડાય ને ? તમારાથી કે અમારાથી અમુક ક્રિયા ન થાય એ નભે પણ એથી એ ક્રિયાના મૂળમાં તો ઘા ન કરાય ને ?' સમજાવવાની આ રીત છે. તેમને કહો કે, “આપથી સંયમ ન મળે તો સંવિજ્ઞ પાક્ષિક બનો, કહો કે અમે મુનિ નથી”, અમે આપને ખુશીથી પાળીશું, પણ માર્ગના મૂળ ઉપર ઘા ન કરો.” શ્રાવક આવું કહેવાને હક્કદાર છે. મુનિ તો તમને હદમાં રહીને કહી શકે, ગમે તેટલું કહે પણ તમે ન માનો તો મુનિથી શું થાય ? તમે એ બાબતમાં વધારે સત્તાવાળા છો. પ્રભુની આજ્ઞા ન માનનારનો ઓઘો ખૂંચવી લેવાનો તમને હક્ક છે.
. વાત કરો તો બરાબર સમજીને કરજોઃ - આ શાસનમાં ઘણા શ્રાવકોએ સાધુને પણ તાર્યા છે. પણ તમે સમજીને આ બધી વાત કરજો."વગર સમયે ગપ્પાં મારવા જશો તો પાછા પડશો. જૈનશાસનની પાટ ઉપરથી અર્થકામની વાત કરાય નહિ અને કરે તો સંભળાય પણ નહિ. અર્થકામને વખાણનારો ત્યાં ટકી શકે જ નહિ. જૈનશાસનમાં તો એક-એક વ્યક્તિ પોતાને પામર માને. જો કે એમ પામરતા માનવી એ નાનીસૂની વાત નથી. પોતાનાથી ન બને તો એ કહી દે કે, “અમારાથી બનતું નથી માટે અમે પાપી છીએ પણ વસ્તુ તો આ જ સાચી છે. રામાયણમાં તમે સાંભળી ગયા છો ને ? વજજંઘ રાજાને બચાવવા આવેલો સાધર્મિક કેવો હતો ? સમકિતિ પણ વેશ્યાગામી હતો ને ? પાછો રાજાને ત્યાં ચોરી કરવા ગયો હતો. ત્યાં વાત સાંભળી અને ખબર પડી કે આ તો સાધર્મિક ઉપર આપત્તિ. બધું પડતું મૂકી સાધર્મિકને બચાવવા ઊપડી ગયો. ત્યાં પોતે જેવું હતું તેવું કહ્યું. સાચી વાત કબૂલવામાં વાંધો શો ? વજજંઘને પણ એ સાંભળતાં નવાઈ નથી થતી. કેમ કે સમજે છે કે જીવો કર્માધીન છે. પ્રભુવચનના પ્રેમે એને સાધર્મીની આપત્તિ ટાળવાનું સૂઝાડ્યું. . . ધર્મના નાશ વખતે ધમને ગુસ્સો આવે જ
મુદ્દો એ છે કે અમારાથી અને તમારાથી કાંઈ ન બને એ ચાલે. પણ તેથી આ આગમની સામે ન થવાય. પોતે જ્યાં બેઠો છે એ ડાળ કપાતી જુએ છતાં જેની છાતીમાં થડકારો ન થાય, બચાવવાની શક્તિ છતાં કાંઈ પ્રયત્ન ન કરે એ ડાહ્યો કે બેવકૂફ? જે સ્ટીમરમાં બેઠો હોય તેને કોઈ મૂર્ખ માણસ કાણી કરતો હોય તો કરવા દેવાય ? કોઈ ગાંડો બનીને એમ કરતો હોય તો એને બાંધીને ઓરડીમાં પૂરી દેવાય. પણ સ્ટીમરને કાણી ન કરવા દેવાય. એ જ રીતે ધર્મના