SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ : અર્થકામ માટે પુણ્ય : મોક્ષ માટે પુરુષાર્થ - 98 ૨૮૩ સાધુને રોટલા આપવા શ્રાવકને ન ખટકે ? આજનાઓને ધર્મની વાતો અણગમતી શાથી લાગે છે ? ધ્યેય વિનાનું ભણતર છે માટે. આજના ભણતરનું ધ્યેય શું ? પેટ ભરવાનું. તો પેટ તો જનાવર પણ મજેથી ભરે છે. પેટ માટે જ્ઞાન હોય ? જો પેટ માટે જ વિદ્યા મેળવતા હો તો બહેતર છે કે અભણ રહો. કર્મની પરવશતા હોય ત્યાં સમાનતા 1471 - ક્યાંથી ? જે પેટ આ શરીર સાથે જ બળી જવાનું તેને માટે જ્ઞાન હોય ? ખુરશી ટેબલ ૫૨ બેસી લોકો ૫૨ રૂવાબ જમાવવા માટે વિદ્યા મેળવવાની હોય ? જેના મોઢામાંથી વચનો પણ ગમે તેવાં નીકળે એવા મૂર્ખાને ભણેલ કેમ કહેવાય ? મંદિરો પ્રત્યેનો લોકોનો પ્રેમ ઘટાડનારા અને ધર્મભાવનાથી પતિત કરનારાઓને ભણેલા કહેવાય ? બધાને બંગલા કેમ નહિ, એવી સમાનતાની વાતો કરનારા ઘરમાં કચરો કાઢવા માણસ તો રાખે જ છે. ત્યાં સમાનતા ભૂલી જાય છે. દેણદાર ઉપર દાવા બાંધે ત્યાં સમાનતા યાદ નથી આવતી. એક રૂપાળો અને બીજો કાળો કેમ ? કર્મની પરવશતા છે ત્યાં સમાનતા ક્યાંથી આવવાની ? ૨હેવું અસમાનતામાં અને થવું સમાન એ કેમ બને ? પૂરી સમાનતા તો સિદ્ધાવસ્થામાં છે; પણ એ મોક્ષની વાત જ સાંભળવી ગમતી નથી. મિથ્યામતિ પણ આવા ન હોય. મિથ્યામતિમાં પણ એવા પડ્યા છે જે આ ધર્મને સાંભળે એટલે હાથ જોડે અને આશ્ચર્ય પામે છે: આ લોકો તો ધર્મ હમ્બગ જ કહે છે એટલે મિથ્યામતિથી પણ આગળ વધ્યા. એમને કઈ ઉપમા આપવી તે જ્ઞાની જાણે. તો અર્થકામ તમારા દાસ... : જેમને સંસાર ગમે, મોક્ષ ન ગમે, તે ધર્મને લાયક જ નથી. ખાલી સારા શબ્દો બોલવાથી કાંઈ ન વળે. અહિંસા શબ્દ બોલવાથી જ અહિંસા ન આવે. કસાઈ પણ ‘અહિંસા પરમો ધર્મ' બોલે પણ એથી વળે શું ? ‘એક જ ભાવ’નાં બોર્ડ તો ઘણાય મારે પણ પાછા ઘરાક એટલા ભાવ કરતા હોય ત્યાં એ બોર્ડની કિંમત શી ? જેમને સંસાર ન ગમે, મોક્ષ ગમે તેમને અર્થકામ તો ઝેર જેવા લાગે અને ત્યારે જ ધર્મની આચરણા થાય. વાસુદેવોએ પહેલાં તો ઉદ્યમ સારા ભાવે કર્યો, પણ પછી એના બદલામાં સુખ માંગ્યું. માંગ્યું એટલે મળ્યું તો ખરું. પણ એ એવો બોજો થયો કે ભોગવવો ભારે પડ્યો. કર્મના સામ્રાજ્યમાં કર્મલભ્ય વસ્તુ માટે ઉદ્યમ કરવો, ત્યાં ઉદ્યમની વાતો કરવી, એ લાભને બદલે હાનિ વહોરવા માટે છે. શાસ્ત્ર કહે છે કે ‘પ્રયત્ન
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy