SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ : એવાઓથી સાવધાન રહેજો ! – 83 એ લોકો નહિ કરે તે ઓછું છે. માટે નક્કી કરો કે ગયું તે ગયું પણ હવે વાડ બાંધો ! વાડ બાંધ્યા વિના હવે છૂટકો નથી. કોઈ પૂછે કે વાડાબંધી કેમ કરો છો ? તો કહેવાનું કે પાકના રક્ષણ માટે. મબલખ પાક ઊભો હોય ત્યાં રખડતાં જાનવરોને કેમ પેસવા દેવાય ? 1229 ૪૧ સભા : ‘એ તો પાક ખાઈ જાય.' કેવળ ખાઈ જાય તો તો ધૂળ નાંખી, આ તો પાંચ શેર ખાય ને પાંચ મણ બગાડે. એવા સામે વાડ વિના ન ચાલે. એવાને અંદર પેસવા જ ન દેવાય. એમને રાતી પાઈ પણ ન અપાય. એમને કહેવાનું કે ‘અમે દાતાર ખરા પણ તમારે માટે તો પૂરા કૃપણ છીએ. અધર્મીઓ કે ધર્મના વિરોધીઓ પકવવાનાં જ્યાં બીજ નંખાતાં હોય ત્યાં અમારાથી રાતો પૈસો પણ ન અપાય. હવે મુદ્દા પર આવો. નિયમ વિના માનવજીવન નથી તો જૈનજીવન હોય ? નિયમથી ગભરાવાનું હોય ? મંદિર પર લહેરાતી ધજા શોભે છે ખરી પણ એ લહેરાય ક્યારે ? ધ્વજદંડ સાથે બાંધેલી હોય તો. એમ ન હોય તો ઊડીને નીચે પડે. એજ રીતે નિયમરૂપી દંડથી બંધાયેલાં હૈયાં લહેરાય છે. હવે નિયમ વિના ન ચાલે એ વાત નક્કી થઈ જાય છે. ઉપદેશમાંથી આદેશમાં મારે ન આવવું પડે તો સારું. ઉપદેશ ન માન્ને ત્યાં આદેશની અને જરૂર પડે તો કાનપટ્ટી પકડવાની પણ અમને છૂટ છે. એટલા કરડા ન બનવું પડે એવા તમે થઈ જાઓ એમ ઇચ્છું છું. અંકુશ વિનાના મનુષ્યની શોભા નથી. અમે પણ અહીં નિયમ લઈને જ આવ્યા છીએ. નિયમ લીધા વિના આ ઓઘો કોઈને અપાંતો નથી. એ તેને જ અપાય કે જે નિયમ લે. નિયમથી ભાગવાની વાત કરશો મા. ‘નિયમ ભાંગશે તો !' એવો. ભય બતાવનારાથી ઠગાશો મા. નિયમ લેતી વખતની પરિણામની ધારા અપૂર્વ હોય છે. માનો કે સારા ભાવથી નિયમ લેનારો પાછળથી કદી હારી પણ જાય તો પણ લેતી વખતની શુદ્ધ ભાવના એને ખેંચીને મુક્તિએ લઈ જાય. દોરીનું આલંબન લઈ નીચે ઊતરનારો કદાચ પડી જાય તોયે એને આલંબન વિના ઊતરતાં પટકાનાર જેટલું કદી ન વાગે. હાથમાં દોરી હોય એટલે આજુબાજુ ભટકાય તો કદી પગ ભાંગે એ બને પણ માથું ભાગ્યે જ ફૂટે. નિયમ એ આલંબન છે. એ લોકો કહે છે કે ‘નબળા હોય એ નિયમ લે.’ હું કહું છું કે નિયમ ન લેનારા નબળા છે. શાસ્ત્ર કહે છે કે ડાહ્યા, જુવાનિયા અને સબળ હોય એ જ નિયમ લે અને લઈને સારી રીતે પાળે. છતે દોરડે એનું આલંબન ન લેતાં પટકાવાનું જોખમ ખેડવું એ મૂર્ખતા છે. વળી એ લોકો એમ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy