SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ અમારામાં બુદ્ધિ નથી ? ત્યાં સવાલ છે કે ‘તમારી બુદ્ધિનું માપ કેટલું ? શાસ્ત્રકારો કહે છે અને વ્યવહારુ અનુભવમાં પણ પ્રત્યક્ષ છે કે અનુભવીનો અનુભવ અનુભવી જ જાણે. ત્યાં બુદ્ધિવાદ નકામો છે. એ લોકો જેના હિમાયતી છે તે આજની સ્વરાજની હિલચાલમાં પણ ઉઘાડું કહેવામાં આવે છે કે ‘હમણાં બુદ્ધિવાદને આઘો મૂકો અને અમે કહીએ તેમ કરો. આમ બુદ્ધિવાદને ફટકો તો મરાઈ જ રહ્યો છે. માટે એકલા બુદ્ધિવાદમાં ન ખેંચાઓ ! અયોગ્યને સમજાવવાનો પ્રયત્ન નકામો : 1430 પેઢીનો અનુભવી મુનીમ રૂપિયા પરખે તે પહેલાં એના નખ અને પથરો બેય ઘસાઈ જાય છે, પણ પછી તો એવો ટેવાઈ જાય છે કે રૂપિયો હાથમાં આવતાં જ પારખી લે. હવે કોઈ નવો માણસ એને પૂછે કે ‘ર્શી રીતે પારખ્યો ?’ તો કહે કે ‘અનુભવ લે, એટલે તને પણ આવડશે.’ પણ પેલો કહે કે ‘ના, મને તો હમણાં જ સમજાવો;' તો કહેવું પડે કે ભાઈ ! તારા જેવા મૂર્ખ સાથે વાત કરવાનો સમય નથી.' માટે જ કહ્યું છે કે ‘મૂર્ખને જ્ઞાન કદી નવ થાય; દેતાં પોતાનું પણ જાય.' એ મૂર્ખને સમજાવવાની ના પાડો તો કહેશે કે-એ બુઢ્ઢો શું સમજાવે ? જાણતો હોય તો સમજાવે ને ?' આ રીતે અયોગ્યને સમજાવવાનો પ્રયત્ન કરવો તે યોગ્યે પોતાની આબરૂ બગાડવા જેવું છે. માટે શાસ્ત્ર અયોગ્યને ઉપદેશ દેવાની ના પાડી. મૂર્ખાને સમજાવવાની મહેનતમાં ઉતરવાનો નિષેધ કર્યો. ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે : કદાગ્રહી (પકડેલું ન છોડનાર)ને સમજાવવાનો પ્રયત્ન એ કૂતરી ૫૨ કસ્તૂરીનો લેપ કરવા બરાબર છે. જે કૂતરી ધૂળમાં આળોટ્યા વગર રહેવાની જ નથી એના ૫૨ કસ્તૂરીનો લેપ કરાય ? કોઈ કહે કે મેં તો કૂતરીને કસ્તૂરી ચોપડી’તો કહેવું પડે કે ‘મૂર્ખા ! તેં જાત પણ ન ઓળખી ?' માટે તો ગધેડાનો માલિક ગધેડાને કદી નવડાવતો નથી. હાથી, ઘોડાના માલિકો એમનાં જનાવરોને નવડાવે પણ આ નહીં નવડાવે. કારણ, ઘડી પછી રાખનો ઢગલો દેખે એટલે ત્યાં જઈ આળોટવાનો, ભૂંકવાનો અને રૂંવાડે રૂંવાડે રાખ ભરવાનો. એને નવડાવવાથી ફાયદો શો ? સભા પૂ. ઉપાધ્યાયજીએ કૂતરો ન કહેતાં કૂતરી કહી તેમાં કાંઈ વિશેષ કારણ ખરું ?’ એ વધારે અશુચિવાળી અને અપવિત્ર છે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy