SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ 1420 - ૧૫ : શાસ્ત્રવચનની શ્રદ્ધા – 95 - --- ૨૪૧ વેધકતા વેધક લહે, બીજા બે વા ખાય. ઘણી એવી વાતો છે કે જેમાં યુક્તિ ન હોય. શાસ્ત્ર કહે માટે જ માનવાની. હવે શાસ્ત્ર કયું માનવું ? ત્યાં જરા થોભો. જે શાસ્ત્ર આપ્તપ્રણિત હોય તે માનવાનું. ત્યારે આપ્ત કોણ ? સંપૂર્ણ રાગદ્વેષ અને અજ્ઞાનથી રહિત હોય તે આપ્ત. ઘણાઓ આક્ષેપ કરે છે કે શાસ્ત્રો પુરુષોએ રચ્યાં માટે સ્ત્રીઓને અન્યાય કર્યો. પણ પુરુષનાં રચેલાં શાસ્ત્રો છે એમ માને છે જ કોણ ? પુરુષ તથા સ્ત્રી ઉભય વેદનો જેમનામાંથી નાશ થયો છે એવાં સર્વજ્ઞ પ્રણિત શાસ્ત્રો જ માનવાનાં છે. સભાઃ “વિચારવાની શક્તિ મનની કે આત્માની ?” વિચારનાં પુગલો આત્મા બહારથી ગ્રહણ કરે છે અને મન દ્વારા વિચારે છે. મન એ તો સાધન છેઃ કોળિયો લે છે હાથ, ચાવે છે દાંત, પણ પચાવે છે તો જઠર ને ? કેવળ બુદ્ધિવાદમાં ન ખેંચાઓ! આત્મા શાસ્ત્રને આધીન થાય ત્યારે વચન ક્ષમા આવે. એ ક્ષમાવાળા જીવને ગુસ્સો ન જ થાય; કારણ કે શાસ્ત્રની આધીનતા છે. શાસ્ત્ર પ્રણેતા આપ્ત હતા, ત્યાં જરા પણ રાગદ્વેષ કે અજ્ઞાન નહોતું, માટે એ કહે તે ખરું જ હોય એવી દૃઢ શ્રદ્ધા છે. તેથી જ એમણે રચેલાં શાસ્ત્રના આધારે ક્ષમા રાખવી એ વચન ક્ષમા; અને એ તાત્ત્વિક ક્ષમા છે. આ ક્ષમા ઘણા ઊંચા પ્રકારની છે. એનાથી ઊંચી તો પછી સ્વભાવ ક્ષમા/ધર્મ ક્ષમા જ રહી, જે એ વચન ક્ષમાના યોગે જ આવે. વચન ક્ષમાને ધરનારો આત્મા આ આગમનાં વચનોને સિદ્ધ કરવાનો જ પુરુષાર્થ કરે; પણ તેનું ખંડન કરવાની પ્રવૃત્તિ ન કરે. આજનાઓ તો કહે છે કે “શાસ્ત્રની વાતો અમારી બુદ્ધિમાં બેસે તો માનીએ. શાસ્ત્ર પૂછે છે કે-“તમારી બુદ્ધિ કેટલી ? શાસ્ત્ર એટલે આપ્તપુરુષનાં વચનો. આપ્ત એટલે રાગદ્વેષ અને અજ્ઞાનરહિત મહાપુરુષો. એમનાં વચનો રાગદ્વેષથી ભરેલા અજ્ઞાનોની બુદ્ધિમાં બેસે કઈ રીતે ? અને આ દશામાં વચનાનુષ્ઠાન આવે કઈ રીતે ? આજે તો આ વચનાનુષ્ઠાન સામે જ મોટો હલ્લો છે. સ્વતંત્રતા શબ્દને આગળ કરીને એ હલ્લાને જોરદાર બનાવાઈ રહ્યો છે. એ કહે છે કે-“અમે ન વિચારી શકીએ ? ત્યાં સવાલ છે કે “તમારી બદ્ધિ કેટલી ? એ કહે છે કે-“અમે પણ અનાજ ખાઈએ છીએ, પણ તમે ધૂળ ખાઓ છો એવું કહ્યું કોણે ? એ કહે છે કે-“શું
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy