________________
૨૪૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- 142 ભાગ મુક્તિએ ગયો.” કોઈ કાળ એવો નથી કે જ્યારે આ સિવાય બીજો જવાબ હોય. અરધી નિગોદ, પા નિગોદ, સોમો હિસ્સો કે બસોમો હિસ્સો, એવો કોઈ જવાબ નહિ. “એક નિગોદનો અનંતમાં ભાગ’ એ જ જવાબ..
સભા: “એક ચોક્કસ નિગોદનો અનંતમો ભાગ કે ગમે તે નિગોદનો ?'
જીવો નીકળે બધી નિગોદમાંથી પણ એક એક નિગોદના અનંતમાં ભાગ જેટલા જીવો મોક્ષે ગયા એ તત્ત્વ. અનંતમા ભાગમાં વધઘટ થાય પણ ભાગ તો અનંતમો જ રહે.
હજી કોઈ પૂછે કે “કાળ' અનંતો અને જીવ અનંતા તો અનંત કાળે પણ જીવો પૂરા કેમ ન થાય ? ત્યાં જવાબ આપ્યો કે-“જેટલો કાળ છે. તેનાથી જીવ અનંતગુણા છે.” એટલે અનંતગુણા અને અનંતમો ભાગ, એ હિસાબે વાંધો ન આવે. કોઈ પૂછે કે આ વાત શાથી જાણી? તો એનો જવાબ એ જ કે કેવળજ્ઞાનીએ જોયું અને કહ્યું તેથી. છતાં કોઈ કહે કે “મને તો નથી દેખાતું.” તો એને કહેવાનું કે-કાંતો કેવળીનું કહ્યું માન, નહિ તો કેવળી થા; પછી તને પણ દેખાશે ! ખૂબી તો એ છે કે જે આ કેવળી થાય છે એ બધા એક મતમાં બેસી જાય છે.
સભાઃ “જીવો મોક્ષમાં ગયા જ કરે છે તો ત્યાં જગ્યા ઘટે નહિ ?'
એક દીવો થાય એટલે મકાનમાં બધે પ્રકાશ ફેલાઈ જાય. બીજા દીવાનો પ્રકાશ પણ એમાં સમાઈ જાય. એને બીજી જગ્યા ન જોઈએ. એ જ રીતે લાખો, છેડો કે અબજો દીવાઓનો પ્રકાશ પણ ત્યાં સમાઈ જાય. પ્રકાશ વધે પણ જગ્યાનો અભાવ ન નડે. એ પ્રકાશમાં મનુષ્યો અવરજવર કરે તોયે વાંધો ના આવે. આ દીવા તો રૂપી છે. આત્માઓ તો અરૂપી છે. એ સિદ્ધના આત્માઓ છે. ત્યાં તેમના સિવાય બીજા પણ અનંતાનંત આત્માઓ છે. ચૌદ રાજલોકમાં નિગોદના અસંખ્ય ગોળા છે. એક એક ગોળામાં અસંખ્યાતી નિગોદ છે. એકએક નિગોદમાં અનંતા જીવો છે. એક જીવના આત્મપ્રદેશ અસંખ્યાતા છે અને એક એક આત્મપ્રદેશ પર કર્મના અણુઓ અનંતાનંત છે. હવે આ બધું નજરે જોવા માગે તો દેખાય ? જ્ઞાન થાય ત્યારે જ દેખાય. શાસ્ત્ર કયું માનવું?
વ્યવહારમાં અનુભવીઓ ઘણી વાર કહે છે કે “ભાઈ ! અનુભવ કરી જો, પછી જ સમજાશે.” બાપને પણ કહેવું પડે છે કે “દીકરા ! તું ન સમજે. હમણાં તો અમે કહીએ તેમ કર. મોટો થઈશ એટલે બધું સમજાશે. ઘણી ચીજો એવી છે કે અનુભવ વિના ન સમજાય. પત્તો જ ન લાગે. માટે જ પંડિત શ્રી વીરવિજયજી મહારાજાએ કહ્યું કે :