________________
1305 - --- ૮ઃ નિયમ નાનો પ્રભાવ મોટો - 88 –
૧૧૭ કરતી વખતે ક્ષણભર થોભી જઈને વિચાર કરે તો પછી પાપ કરી શકે નહિ. ખૂન કરવા ગયેલો આદમી તલવાર ખેંચીને પણ જો પાંચ-સાત કદમ પાછો હઠે તો પછી ખૂન કરતાં અટકી પણ જાય. એટલો પણ જે સમય મળ્યો એમાં તો એની સામે ફાંસીના માંચડો દેખાશે. રાવણ નિયમથી જ બચ્યો હતો. ગમે તેમ પણ નિયમનો ભંગ તો ન જ થવો જોઈએ, એવું એના મનમાં હતું. ઇંદ્રિયો તથા મનનું દમન થાય એવા નિયમો જેને હોય તે જ જૈન સંઘમાં નભે.”
શ્રી જિનેશ્વરદેવના શાસનના ફળની પ્રાપ્તિ શી ? એમ કોઈ પૂછે તો શું કહો ? જૈન કહેવરાવનારે નિયમધારી બનવું જ પડે. શેઠ કહેવરાવનારે શ્રેષ્ઠતા ધારણ કરવી જ પડે. દરેક વસ્તુ યોગ્યતા મુજબ સેવાય તો જ તેનાં ફળ જોવા મળે. જૈન તરીકે ઓળખાવા માટે એને અનુરૂપ વર્તાવ હોવો જ જોઈએ. રાજપાટ, શેઠ, શાહુકારી, હીરા, માણેક, પન્ના કે પાઘડી દુપટ્ટાથી જૈન તરીકે ઓળખાઈ શકાતું નથી. જો એમ ઓળખાઈ શકાય તો એવા તો ઘણા જૈનેતરો પણ મોટા ઝવેરીઓ, રાજા, મહારાજાઓ અને ગાડી મોટરોવાળા છે પણ એટલા માત્રથી તે જૈન તરીકે ઓળખાતા નથી. તમારે જૈન તરીકે ઓળખાવા માટે એમના કરતાં કંઈક નવી ચીજું જોઈએ અને જે જોઈએ તે અંગે હું વાત સમજાવી રહ્યો છું.
. * જૈનજીવન એટલે નિયમબદ્ધ જીવન. લોકમાં જાતિથી જેન તરીકે ભલે ઓળખાઓ પણ મહત્તા તો વર્તનથી ઓળખાવામાં છે. તમારા ખાનપાનમાં અને તમારી રીતભાતમાં તમે અન્યથી જુદા પડો ત્યાં તમારું જૈનપણું દીપે. પૂર્વે ક્ષત્રિયો પોતાની જાત પોતાના મોઢે ન બોલે પણ પોતાના પરાક્રમથી જ ઓળખાવે. જાત પૂછનારને એ કહેતા કે-“મારી જાત તો અવસરે ઓળખાશે.” મારા મોઢે એ સાંભળવા નહિ મળે.” જૈનો પણ એ જ રીતે પોતાની કરણીથી ઓળખાય. હીરાનું મૂલ્ય હીરો નથી કહેતો, એ તો ઝવેરી જ કહે. વિદ્યાર્થી પોતે પોતાને “પાસે છું” એમ નથી કહેતો. પોતે તો પેપર લખી પરીક્ષકને સોંપી ઘર ભેગો થાય. એનું લખેલું તપાસી પરીક્ષક એને પાસ-નાપાસ કહે છે. તમે જૈન બનીને ઓળખાવવા માગો છો કે માત્ર જૈન કહેવરાવીને ? -તો ચાંલ્લો એ દંભ છે:
તમે કપાળમાં ચાંલ્લો શા માટે કરો છો ? એ ચાંલ્લો કરવાનો પણ હેતુ છે અને તે જરા સમજો. ચાંલ્લો કર્યા પછી જ જિનપૂજા થાય. ચાંલ્લો કર્યા પહેલાં પૂજક પૂજા માટે પ્રભુના અંગને સ્પર્શ કરવા પણ લાયક નથી. શાથી ? ચાંલ્લો એ પરમાત્માની આજ્ઞા મસ્તકે ચડાવવાની કબૂલાત છે. એ કબૂલાત વિના