SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પ્રભુની પૂજા કરવાનો કોઈ પૂજકને અધિકાર નથી. જો પ્રભુની આજ્ઞા માન્ય ન કરવી હોય તો ચાંલ્લો એ દંભ છે. પછી ચાંલ્લો કરવા માટે દેરાસરમાં રાખેલા કેસ૨નો ઉપયોગ કરવાની મના છે એટલું જ નહિ પણ ઘ૨ના કેસરનો પણ એ રીતે ઉપયોગ કરવાની મના છે. જૈનત્વ દર્શાવનાર ચિહ્ન (તિલક) કપાળમાં કરો તો આજ્ઞાને જરૂર મસ્તકે ધો. આજ્ઞા જ માન્ય ન હોય તો કરેલું તિલક ઢોંગમાં ખપશે, દંભ ગણાશે. ૧૧૮ 1306 જે ચોરથી કે દુશ્મનથી પ્રજાનું રક્ષણ ન કરે અને ઉપરથી ચોરીમાં સાથ આપે એવાને રાજ્ય પોલીસનો પટ્ટો આપે ? જેને જોઈને ચોરે ભાગવું પડે; એ જ જ્યારે ચોરનો ભાગીદાર બન્યો છે એમ માલૂમ પડે ત્યારે રાજ્ય પણ એનો પટ્ટો ખેંચી લઈને એને કારાવાસમાં ધકેલે છે. રાજ્ય એને પૂછે કે તારી હાજરી છતાં ચોર ઊભો પણ કેમ રહી શક્યો ? ત્યાં એ પોલીસનો કોઈ બચાવ ન ચાલે. સમકિતીનો વ્યવહાર કેવો હોય ? સાધુપણાની અને શ્રાવકપણાની વાત તો દૂર છે. હમણાં એ વાતો નથી લાવતો પણ નિયમની વાતમાં પણ મૌન રહેશો તો મારે ને તમારે મેળ જામશે નહિ. હજી તો હું જૈન તરીકેના સામાન્ય નિયમોની વાતો કરું છું. એ નિયમો પણ એવા હોય કે ઇતરો તમને જૈનપણાની મગરૂરી ધરાવનારા તરીકે ઓળખે. એમને થાય કે વાહ ! માણસ તો ખરો છે ! ખાવા બેસો ત્યાં તમારી રીતભાત અને તમારા મન પરનો કાબૂ જોઈને એને આશ્ચર્ય થાય. બીજા અનેક ચીંજ ખાતા હોય અને તમે એક જ ચીજ ખાતા હો, એ જોઈને અને ખાવામાં તમારી ઉદાસીનવૃત્તિ જોઈને કોઈને પણ તમને હાથ જોડવાનું મન થઈ જાય. શ્રી શ્રેણિક મહારાજા શ્રી શાલિભદ્રને ત્યાં ગયા અને શાલિભદ્ર જ્યારે દાદર ઊતરી સામો આવી રહ્યો છે ત્યારે શ્રી શ્રેણિક મહારાજાને એને જોઈને થયું છે કે અરે ! આ તે માનવ કે દેવ ? પોતે ઊભા થઈને સામે જઈ દાદર પરથી એને ઊંચકી લે છે અને ખોળામાં બેસાડી ‘કેમ છે ?’ એમ પૂછે છે. શ્રી શાલિભદ્ર કહે છે કે ‘દેવગુરુની કૃપાથી ઠીક છે.’ આ સાંભળી રાજા ચોંકે છે કે અરે ! આવા મહાભોગમાં ડૂબેલાને પણ ‘દેવગુરુ' યાદ છે ! આવી ઉત્તમ ભોગસામગ્રી ધરાવનારો અને જેને ઘેર મગધદેશનો માલિક મળવા આવે તેને પણ ત્યારે ‘દેવગુરુ’ યાદ આવે એ કાંઈ નાનીસૂની વાત છે ? આજે તમારે ઘેર તો રાજ્યનો એક મામૂલી અમલદાર આવે તોયે તમારા મોઢામાં પાણી આવે, છાતી ફુલાવા લાગે અને ‘દેવગુરુ’ તો ક્યાંય ભુલાઈ જાય, યાદ પણ ન આવે; એવી તમારી આજની સ્થિતિ છે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy