SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ 1313 ૮ : નિયમ નાનો પ્રભાવ મોટો - 88 ૧૨૫ વેશ્યાગમન અને વિધવાવિવાહ : સભા વેશ્યા કોઈની માલિકીની સ્ત્રી નથી તો એની સાથે વિષયભોગનો નિષેધ કેમ ?’ વેશ્યા કોઈની માલિકીની નથી તેથી એ પરસ્ત્રી ન કહેવાય. એથી જ શાસ્ત્રકારે એને પરસ્ત્રીગમનથી જુદું વ્યસન લખ્યું. વેશ્યાના સહવાસમાં આવનારના આ લોક અને પરલોક બેય બગડે છે. એનામાં વિષયની માત્રા વધારે છે. બહારથી સુંદર દેખાતી એ નિર્લજ્જતા અને નિર્દયતાની સાક્ષાત્ પ્રતિમા છે. એ એકની નથી, અનેકની છે; માટે કવિઓએ એને કૂતરાની ચાટની ઉપમા આપી છે. પારકા ઘરમાં જનારો પકડાય પણ એના ઘરમાં જનારને કોઈ પકડે નહિ, માટે શાસ્ત્રકારે એ વ્યસન જુદું પાડ્યું. સ્ત્રીને તો મારાપણું રહે છે પણ વેશ્યાને જરા પણ મારાપણું હોતું નથી. એ કેવળ સ્વાર્થને જ સાધનારી છે. વેશ્યાને ત્યાં જનારને પોતાનું સર્વસ્વ હોમવું પડે છે. પૈસા, આબરૂ, આરોગ્ય અને આનંદ એ બધાથી લૂંટાય છે અને આપત્તિના ઢગલા વહોરવા પડે છે. વેશ્યાને ત્યાં જનારો દિવસે દિવસે અધમ બનતો જાય છે અને અંતે સર્વનાશના પંથે પડે છે. દુનિયામાં પણ એની કશી કિંમત રહેતી નથી. વિધવાવિવાહના નિષેધમાં પણ ઘણું રહસ્ય છે. સ્ત્રીને પોતાના પતિમાં જે સર્વસ્વપણાનો ભાવ છે, એ ગયા પછી બધી મર્યાદા તૂટે. એ કહી દે કે-‘તારે એક મારે અનેક.’ શાસ્ત્રમાં પુરુષની પ્રધાનતા સકારણ છે. સ્ત્રી જેટલી ભયંકર બને છે એટલો પુરુષ કદાચ નથી બની શકતો. દુકાન માંડી બજાર વચ્ચે સ્ત્રીઓ બેઠી, પુરુષો નહિ . વિધવાને જ્યાં છૂટ થઈ પછી એ શું ન કરે ? સ્ત્રીનો વિષય બકરીની લીંડીના અગ્નિ જેવો કહ્યો છે, એ ઝટ નથી શમતો. પુરુષનો વિષય તરણાના અગ્નિ જેવો કહ્યો છે. એ જલદી શમે છે. નપુંસકનો વિષય તો નગરના દાહ જેવો ભયંકર છે. સભા : આ બધું શાથી જણાય ?’ કેવળજ્ઞાનીએ કેવળજ્ઞાનના બળે આ જોયેલ છે. આપણે આગમના આધારે આ વાત કરીએ છીએ, જ્યારે લોકોમાં એ અનુભવની વાત છે. શબ્દોમાં સમજાવાય એવી આ વાત નથી. ‘ઊંહું’ કરી ન જ સ્વીકારે તેને સમજાવવાનો કોઈ ઉપાય નથી. આ વાતમાં પણ અપવાદ જરૂર હોય. રાવણ અને સીતાજીની વાત પ્રસિદ્ધ છે સતીઓમાં વિષયની માત્રા ઓછી હોય અને વિષયાધીન પુરુષમાં વધારે હોય એ બને, પણ બહુલતયા આ વાત છે. સ્ત્રીની પાંચે ઇંદ્રિયો તેજ છે. પાંચે ઇંદ્રિયોના વિષયો એને બહુ ગમે છે. સ્ત્રી
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy