________________
૧૨૪
'1312
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ નિયમ લેવામાં વિલંબ પણ સારો નથી. આયુષ્ય ચંચળ છે, મોતની નોબતો વાગી રહી છે, મરણને કોઈની શરમ નથી, ઘરડાં પહેલાં જશે ને જુવાન પછી જ જશે એવો કાયદો નથી. ઘરડા ને જુવાન બંનેએ સાવધ થવાનું છે અને અજ્ઞાન બાળકોને પણ સાવધ કરવાના છે, સન્માર્ગે દોરવાના છે.
ધર્મ પત્ની પતિને ધર્મમાં જોડી શકે, પાપથી રોકી શકે, એ માટે વારંવાર ટોકી શકે અને જરૂર પડે તો એ માટે રૂસણું પણ લઈ શકે છે. સાડી અને અલંકારો માટે ઘણાં રૂસણાં લીધાં, તો હવે ધર્મ માટે લેવામાં વાંધો નહિ. દુનિયાદારી માટે રૂસણાં લેનાર બાઈ ધર્મ માટે રૂસણાં કેમ ન લઈ શકે? હમણાં કહેશે કે-“મહારાજે તો ઘરમાં ઝઘડા ઘાલ્યા. પણ સાડી ને દાગીના માટેના ઝઘડામાં નુકસાન છે. આવા ઝઘડામાં નુકસાન નહિ પણ લાભ જ થશે. છોકરો ખાય નહીં તો દુ:ખી થનારાં માબાપ, છોકરો ધર્મ ન કરે તો દુ:ખી કેમ ન થાય ? સહેલું શું ? સાધુપણું કે શ્રાવકપણું ? .
શ્રાવકના જીવનમાં સંસ્કારો જ સુંદર હોય. એના આચાર-વિચારની પરંપરા જ વિશુદ્ધ હોય એને ત્યાં અભક્ષ્ય તો સહેજે ન હોય. આ સ્થિતિમાં એને નિયમમાં કાંઈ વાંધો આવે ? ન જ આવે. પણ હવે તો હું આ શ્રાવકપણાની વાત કરું છું તે પણ તમને કઠિન લાગે છે. જો કે શ્રાવકપણાનો માર્ગ કાંટાળો અને કચરાળો છે, જ્યારે સાધુપણાનો માર્ગ સહેલો છે. માટે તો શ્રી જિનેશ્વરદેવે પહેલાં જ સાધુધર્મ કહ્યો. બંગલા, બગીચા કે લાડી, વાડી ને ગાડી એ કશાની પીડા સાધુને નહિ. શ્રાવકને તો હજાર ઉપાધિ. આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું એ આશ્ચર્ય અને મુનિઓને અવધિ, મન:પર્યવ કે કેવળજ્ઞાન થાય તૉ પણ ત્યાં આશ્ચર્ય નહિ. મુનિઓને ઘણા ઉપસર્ગો થયા તેની પ્રશંસા નહિ અને આનંદ કામદેવના ઉપસર્ગોની પ્રશંસા સમવસરણમાં ભગવાન પોતે ગૌતમ મહારાજની પાસે કરે છે કે-“તમે તો ત્યાગી પણ આ તો શ્રાવક, સંસારના કાદવમાં ખૂંચેલા, તેણે પણ આવા ઉપસર્ગો સહ્યા.” વાત પણ ખરી કે ઘરમાં બેઠેલો ને બાળબચ્ચાદિ પરિવાર વચ્ચે રહેલો શ્રાવક આવા ઉપસર્ગ સહે એ કાંઈ નાનીસૂની વાત નથી. કામદેવની સામે એના બાળકના ટુકડા કરી કરીને દેવતા બતાવે છતાં કામદેવ ચલાયમાન ન થાય એ નાનીસૂની વાત નથી. આ તો દીક્ષા લેવાય નહિ અને શ્રાવકપણામાં પણ સીધા રહેવાય નહિ, ત્યાં શું થાય ? માટે કહું છું કે-સંસાર છોડો, ન છોડાય તો ત્યાં પણ સીધા રહો, વાંકાઈ મૂકી દો અને અયોગ્ય સંસર્ગથી આઘા રહો.