________________
1શા – ૮ઃ નિયમ નાનો પ્રભાવ મોટો - 88 -
૧૨૩ તમારા ખાનપાનની ઈર્ષ્યાથી આ નથી કહેતો. પુણ્યયોગે તમને મળ્યું છે. તેનો ત્યાગ કરી ત્યાગી બનો તો રાજી થાઉં પણ ત્યાગી ન બનો તો નિયમિત તો જરૂર બનો. અમુક ચીજો વિના ન જ ચાલે એ હાલત કાંઈ ઇચ્છવા યોગ્ય નથી. | દાતાર તો એવા હોય કે ભાણામાંથી પણ યાચકને ટુકડો આપીને જમે. થોડામાંથી પણ થોડું આપ્યા વિના ન રહે. ધર્મીના ઘરની હાલત જ જુદી. પતિ કમાઈને લાવે તો પત્ની ઘીમાં ઝબોળેલી રોટલી ભલે ખાય પણ કદી ન લાવે તો લુખી ખાવામાં ગ્લાનિ કે શરમ ન અનુભવે ! “કેમ ન લાવ્યા ?” એમ ન કહે. પતિને પણ વિશ્વાસ કે સારી ચીજ લઈ જઈશું તો બનાવી આપશે પણ નહીં લઈ જઈએ તો વાંધો નહિ ઉઠાવે. પત્ની પણ નિર્ભય કે સારી ચીજ બનાવીશ તો પતિ ઉપભોગ કરશે પણ કદાચ ન બને તો ધમાલ તો નહિ જ કરે. ધર્મીના ઘરની આવી હાલત હોય. સ્વચ્છંદી જીવન સાથે જૈનશાસનને વૈર છે.
હાલ બીજી વાતો આથી રાખી છે. તમે જ મને દીક્ષાની વાત ઉપરથી સામાન્ય નિયમોની વાત ઉપર આવેવા માટે કહેતા હતા. તો હવે હું એ નિયમોની વાત કરું છું. સાત વ્યસનના નિયમની વાત સામાન્ય નથી ? મદિરા, માંસ, શિકાર, જુગાર, નશાખોરી, ચોરી, પરસ્ત્રીગમન અને વેશ્યાગમનનો ત્યાગ કરવો એ કોઈ મોટી વાતં છે ? દુનિયાનો કોઈ સભ્ય ગણાતો માણસ પણ આના નિયમમાં “ના” ન કહે તો પછી જૈનની તો શી વાત ? - ત્યાર પછી શીલપાલનની વાતમાં આવવું પડશે. ત્યાં પણ નિયમન કરવું પડશે. સિંહ જેવા પશુમાં પણ એક એવી વાત છે કે જે જિંદગીમાં એક જ વાર વિષયસેવન કરે છે અને સામાન્ય સિંહો પણ વર્ષમાં એક વાર વિષયસેવન કરે છે. માત્ર એક કૂતરાની જાત એવી છે કે જે વારંવાર વિષયસેવન કરે પણ તે પણ એની મોસમમાં; મોસમ સિવાય નહિ. તમારે આવું કંઈ ખરું ? કે કોઈ નિયમ જ નહિ ? તમારે માટે આવી વાત કરતાં બહુ દુ:ખ થાય છે. કોઈ અંકુશ જ ન હોય તો એ શોભતી વાત છે ? આ વાત તમને ન કર્યું અને પાટે બેસીને તમારા ગુણો જ ગાયા કરું તો એ ચાલે ? આ સ્થિતિમાં શાસનપ્રેમીનું બિરુદ ઘટે શી રીતે ? શાસનપ્રેમીથી મરજી મુજબ ન ચલાય. “શાસનપ્રેમી'નો ઇલ્કાબ રસ્તામાં નથી પડ્યો. જેના શાસનનો એ ઇલ્કાબ છે તેની આજ્ઞા જરૂર માનવી પડશે. આજના કહેવાતા સુધારકો ગમે તેમ વર્તે, ગમે તે ખાય પીવે, ગમે ત્યાં ભટકે, એ એમને પાલવે. એમને તમે શાસ્ત્ર આડું ધરો તો એ શાસ્ત્રને હમ્બગ કહી દેશે, એટલે એને કાંઈ બંધન નથી. પણ તમે તો શાસનપ્રેમી કહેવાઓ છો; તમને એ બધું નહીં પાલવે.