SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ 1331 – ૧૦: નિયમ લેતાં પહેલાં અને પછી - 90 – ૧૪૩ પહેલાં આચરેલાં એ જ પાપને પ્રશંસાપાત્ર કેમ ગણે ? જેણે જે પાપ છોડ્યું તે જો તે પાપને હજી પણ સારું માને, બીજાને “સારું છે” એમ કહે, તો કહેવું પડે કે એણે એ પાપને પાપ માન્યું નથી અને વાસ્તવિક રીતે છોડ્યું પણ નથી. અહીં જ મોટો ગોટાળો છે. વ્રતધારી શ્રાવક પોતાના અવિરતિમાં પડેલા દીકરાના જીવનને કદી ન વખાણે. જો કે અનુમોદના તો એનામાં બેઠી છે, આવી જાય છે, એ વાત જુદી છે પણ વખાણ તો ન જ કરે. જે વસ્તુ છોડી છે તેના સારાપણાની ભાવના હૃદયમાં ન જ હોવી જોઈએ. પોતે જે ચીજ છોડી હોય તે ઘરમાં દેખાય કે તરત તેના દોષ ગાવાનું મન થાય: ભોજન કરનારો ભોજનને ખરાબ માની મોંમાં મૂકે અને સ્વાદપૂર્વક મોંમાં મૂકે એ બેની ભાવનામાં ઘણું અંતર છે ! આ શાસનની વ્યવસ્થા એવી સુંદર છે કે પાપનો પક્ષપાત કરનાર એમાં ટકી શકે નહીં. . શું સંસારની પુષ્ટિથી ધર્મની પુષ્ટિ થાય ? જે કોઈ પોતાને સાધુ કહે તેને પૂછવું કે-“સંસાર કેવો ? તેમાં રહેવા માટે તમારી સલાહ શું ?' તે વખતે જો એ સંસાર સારો કહે તો કહી દેવું જોઈએ કે તમને સાધુ કહ્યા કોણે ? * સમાં “સંસારની પુષ્ટિ ત્યાગની પુષ્ટિ માટે ન થાય ?' સંસારની પુષ્ટિથી ત્યાગની પુષ્ટિ થાય કઈ રીતે ? સંસાર તો પુષ્ટ જ છે. છઠ્ઠા આરામાં સંસાર બહુ પુષ્ટ, પણ ત્યાં ધર્મ નથી. સંસારની પુષ્ટિથી નહિ પણ સંસાર મોળો પડે ત્યારે જ ધર્મ થાય. અકર્મભૂમિમાં સંસાર પુષ્ટ છે પણ ત્યાં ધર્મ નથી. જો સંસારની પુષ્ટિથી ધર્મ થતો હોય તો ધર્મ જ સારી રીતે પાળવા યોગ્ય કેમ કહ્યો ? જો સંસારની પુષ્ટિથી ધર્મ થતો હોય તો તો ગૃહસ્થને પગે લાગવું જોઈએ. પરંતુ સુધારકો પણ દેખાવ તો સાધુને જ પગે લાગવાનો કરે છે. જો સંસારની પુષ્ટિથી ધર્મ સધાતો હોય તો સાધુ થવું એ ગુનો બને. સાધુ બન્યા એ ઝૂંપડી ત્યજીને નીકળ્યા ને ? જો સંસારની પુષ્ટિથી ધર્મ થતો હોય તો તેમણે ઝૂંપડીને મહેલ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ અને એક મહેલના બે મહેલ કરવાની મહેનતમાં લાગી જવું જોઈએ. સભા: “કર્ભે શૂરા તે ધર્મ શૂરા એમ કહ્યું છે ને ?' કર્મશ્રને સદ્ગુરુનો યોગ મળે, પૂર્વે કરેલા પાપને ખોટું માને, અને સન્માર્ગમાં પોતાની શક્તિ ફોરવે તો ધર્મશૂર થઈ શકે એ વાત સાચી પણ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy