SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો - 102 કૃતિ બ્રહ્મચર્યમ્ એટલે આત્માએ કેવળ બ્રહ્મમાં રમવું તે બ્રહ્મચર્ય, પાંચે ઇંદ્રિયો ઉપર કાબૂવાળો એ બ્રહ્મચારી. દરેક ઇંદ્રિયોના વિકારો જીતે તો જ આત્મા બ્રહ્મચારી બની શકે, નહિ તો વ્યભિચારી બનતાં વાર કેટલી ? રૂપ, રસ, શબ્દ, ગંધમાં એટલે એ પ૨વસ્તુઓમાં સ્વબુદ્ધિ આવી, એમાં આનંદ માન્યો, તો સ્પર્શ માટે પાછળ દોડે ને ? કોઈ પુણ્યવાન બચી જાય તે વાત જુદી પણ એ પડવાનું લક્ષણ તો ખરું જ. કૂવા કે ખાડાના કિનારે ચાલવામાં ભય તો છે જ. જો બીજો માર્ગ હોય તો એ માર્ગે ચાલવાની બેવકૂફી કોણ કરે ? બાકીની ઇંદ્રિયોના વિષયો સ્પર્શનેદ્રિયને સતેજ કરે છે. આત્માને કામચેષ્ટામાં ઉન્મત્ત બનાવી પરાધીનતામાં ધકેલી દે છે. આ નંદનવનનું શીલ એવું હોય કે બીજા વિષયાધીનોની વિષયવાસના પણ શમી જાય. 1521 - ૩૩૩ પાંચ મહાવ્રતોરૂપ સદાચાર : શીલ એટલે સદાચારની સુગંધથી આ નંદનવન મહેકે છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચેના સર્વથા ત્યાગરૂપ સદાચારો નાનાસૂના નથી. એ પાંચ મહાવ્રતો છે અને એના પાલન માટે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, નિર્દોષ ભિક્ષાચર્યા વગેરે ઉત્ત૨ ગુણો છે. આ બધા ગુણોમાં જે લીન થાય તે નંદનવનના શીલનો પાળનાર બન્ને. આત્મા એ ગુણમાં જેમ જેમ આગળ વધે તેમ તેમ લાલસા ઘટે અને મુક્તિની નિકટ જતો જાય. દુનિયા તો અન્યાયથી ભરેલી છે: આ પાંચ મહાવ્રતો જે પુણ્યવાન પામ્યા હોય અથવા જે પુણ્યવાનની દૃષ્ટિ એ પામવા તરફ હોય તે દુન્યવી કોઈ પણ વસ્તુને ઇચ્છે નહિ. આખી દુનિયા એને અસાર લાગે. દુન્યવી બધી પ્રવૃત્તિથી એ અલગ રહે. ‘ફલાણો અમુક રીતે અન્યાય કરે છે તો બીજો વળી અમુક જાતનો અન્યાય કરે છે' એવી વાતો એ ન બોલે. દુનિયા અન્યાયથી ભરેલી છે. ન્યાય રૂચે તેણે પોતે જ ન્યાયી બનવું જોઈએ. દુનિયામાં ઠામ ઠામ અન્યાય હોય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. દુનિયાની સારી ચીજ બધી પોતાને જ મળે એવું આખી દુનિયા ઇચ્છે છે. અર્થકામ માટે અન્યાય, અનીતિ, પ્રપંચ ચાલુ જ છે. એ આજના નથી પણ અનાદિકાળથી ચાલુ છે. એટલે જ્યાં ત્યાં એ જોઈને ગુસ્સે થયા કરો તો એ ગુસ્સાથી કદી પરવારશો જ નહિ. અન્યાય ક્યાં નથી ? કયા ઘરમાં, કયા કુટુંબમાં, કયા સમાજમાં, કયા ગામમાં, કયા દેશમાં અન્યાય નથી ? જૈનશાસન જ એક એવું છે કે જ્યાં અન્યાય નથી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy