________________
127
: એવા ફેરફાર કરનારા સંઘ નથી - 86 – ૮૯ થતો, દ્રમુક ચાલતો ત્યારે તેનાથી અને આજે રૂપિયા ચાલે છે તો તેનાથી અને નોટ પણ ચાલે છે પરંતુ તેમાં સિક્કે કોનો ? તે તો નક્ક હોય ને? સોનૈયાની કિંમતમાં કેટલીયે વખત ફેરફાર થયા પણ એ રૂપિયો ન કહેવાણો અને રૂપિયો કદી સોનૈયો ન કહેવાણો. ઘી પહેલાં રૂપિયાનું સાત શેર મળતું હતું આજે શેર સવાશેર અને વચ્ચે અરધો શેર પણ થઈ ગયું હતું. એમ ભાવમાં ફેરફાર થાય પણ વસ્તુમાં ફેરફાર ન ચાલે. જેટલાં બંધારણ આગમથી વિપરીત હોય તે બધાં બનાવટી. ફેરફાર બધા કબૂલ પણ તે આગમને અનુસરતા હોવા જોઈએ. આગમથી બાધિત હોય તે આપણને નામંજૂર.
ભગવાન પણ જ્ઞાની અને છઠ્ઠથી ઓછો તપ નથી કર્યો; ગૌતમ મહારાજા ચૌદ પૂર્વધારી અને છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા હતા. એ જ્ઞાન, એ સંયમ તથા એ તપ અમારામાં નથી એ વાત ખરી પણ જે પાળીએ છીએ તે એમની આજ્ઞાનુસાર અને એમનું જ સંયમ. અમારાથી તેવું નથી પળાતું માટે બંધારણ સહેલું બનાવવાની વાતો અમારાથી કરાય નહિ. ચલાતું નથી માટે ઘોડા વગરની ગાડીમાં બેસવામાં હરકત નથી એવું નક્કી કરીએ તો ચાલે ? હા ! એ ફેરફાર થાય કે પાંચ ગાઉ ચાલતા હતા તે હવે શક્તિ ઘટી જાય છે માટે બે ગાઉ ચાલીએ; સીધો વિહાર કરતા હતા તે હવે વચ્ચે દરેક ગામે બબ્બે ચાર ચાર દિવસ રહેતા રહેતા વિહાર કરીએ: એ અમારાથી થઈ શકે, કારણ કે એમ કરવાની એમને ભગવાન જિનેશ્વરદેવની આજ્ઞા છે.
“ સોનાના વરખ ચઢાવવાની શક્તિ ન હોય તે રૂપાના ચઢાવે અને તેય શક્તિ ન હોય તે ન ચઢાવે. શહેરમાં ભગવાનને રોજ વરખ ચઢે છે, આંગી થાય છે અને ગામડામાં એ ન પણ થાય એમ બને પણ કેસરને બદલે કંકુથી પૂજા થાય ? ગુલાબને બદલે આકડાનાં ફૂલ ચઢાવાય ? ના. એ તો ન જ બને. મુનિથી ઉપવાસ આદિ ન થાય તો ઊતરતાં ઊતરતાં છેવટ નવકારસી કરે ત્યાં સુધી ચાલે, કેમકે એ આજ્ઞા છે. પણ કોઈ મુનિ રાત્રે ખાવાની છૂટ માગે તો ચાલે ? બિલકુલ ન ચાલે. એ પણ ફેરફાર જ છે ને ? પણ એવા ફેરફાર ન જ કરાય.
દશ મુનિ ભેગા થાય અને સુધારો કરવાની ધૂનમાં પોતાને સંઘ માની, “જરૂર પડે તો મુનિને રાત્રે પણ ખવાય એવી છૂટ આપે તો કહેવું પડે કે એવો ફેરફાર કરનાર એ બધા સંઘ બહાર છે.' ઉપવાસ ન થાય તો આયંબિલ, નીવી, એકાસણું એમ ઘટતાં ઘટતાં છેવટ નવકારસી કરવા સુધીની ભગવાનની આજ્ઞા છે માટે ત્યાં સુધી બધું નભે. કેટલાક કહે છે કે રાત્રે ચાહ બીડીની છૂટ નથી માટે શ્રાવકો પડિક્કમણામાં ઓછા આવે છે. જો એ છૂટ અપાય તો ઘણા