SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ 117 -૦૯ શું સટ્ટો, જુગાર નથી? - 89 – – ૧૨૯ અમુક આત્મા અમુક સમયે અમુક પાપ કરવાનો એ નક્કી, છતાં તે નિયમ લે ત્યાં જ્ઞાની બોલતા નથી; કેમકે એ વખતે નિયમ ભાંગનારો પણ નિયમનો પ્રેમી હશે તો બળતે હૃદયે ક્રિયા કરશે. નિયમવાળાના મોંમાં અને નિયમ વિનાનાના મોંમાં વસ્તુ પેસે તેમાં ફરક પડે નહિ ? મોંમાં ચીજ પેસે ત્યારે કયો માણસ થુંકવા જવાનો ? પ્રાયશ્ચિત્ત કરવા કોણ જાય ? નિયમ વિનાનો તો પાપ માને છે જ ક્યાં ? એ તો, કહી દેશે કે મારે ક્યાં નિયમ છે ? જેમ વર્તમાનમાં કાચું પાણી નહિ પીવાવાળાના મોમાં કાચા પાણીનો છાંટો પડી ગયો તો તે આલોચના લેવાનો, પણ નિયમ વિનાનો નહિ લેવાનો. નિયમવાળું જીવન અને નિયમ વિનાનું જીવન એ બે વચ્ચે આટલું અંતર છે. નિયમ લેનારો તીવ્ર કર્મોદયે પડે પણ ખરો. એ પડે જ નહિ એવો કાયદો નથી. મોટા મોટા અરે ! ચૌદ પૂર્વધરોપણ પડે. અગિયારમે ગુણઠાણે ઉપશમભાવનું વીતરાગ ચારિત્ર પાળનારા પણ પડે. પરંતુ પડવાની બીકે ચડવાનું માંડી વાળવું એ તો કેવળ મૂર્ખાઈ છે. પડવાના ઇરાદા સાથે નિયમ લેતા હો તો ન લેતા. કેમ ન પળાય ? જીવન નિયંત્રિત કેમ ન થાય ? આ ભાવનાથી નિયમ લેવાય, લીધા પછી સાચવવા પૂરતી કાળજી રખાય, છતાં તીવ્ર કર્મોદયે પડે તેણે બેફીકર રહેવું; પણ એનો અર્થ એ નહિ કે નિયમ ન ભાંગે તો પણ હરકત નહિ. ભાંગે એના કરતાં નિયમ ન લેવો સારો, આ ભાવનાના યોગે તો ઘણા નિયમથી વંચિત રહ્યા. પૂ. આચાર્ય શ્રી સેનસૂરિ મહારાજાને પ્રશ્ન પૂછ્યો કે : એક જણે બ્રહ્મચર્યવ્રત લીધું પણ પાછળથી ભાંગ્યું અને બીજાએ ભાંગવાના ભયથી લીધું જ નહિ, તો એમાં લઘુકર્મી કોણ ? પૂ. આચાર્ય ભગવંતે કહ્યું કે લેનારો લઘુકર્મી છે, નહિ લેનારો ગુરુકર્મી છે. નિયમથી થયેલો લાભ: જેણે નિયમ લીધો તેની લેતી વખતની ભાવનાની શુદ્ધિ, પરિણામની શદ્ધિ, બોધિબીજનો લાભ, સ્વર્ગાદિ આયુષ્યનો બંધ, (જો આયુષ્યનો બંધ થાય તો) એ લાભ તો થયો જ છે; જેટલો કાળ નિયમ પાળ્યો તેટલો લાભ થયો, નિર્જરા થઈ જ. ત્યાં ખેડૂતનું દૃષ્ટાંત આપે છે ગૌતમ મહારાજાએ પ્રતિબોધેલો ખેડૂત સંયમ લે છે. એ કાંઈ બીજું જાણતો નથી પણ ગૌતમ મહારાજા “આ બધું પાપ છે” એમ સમજાવે છે તે વાત માની લઈને તરત સંયમ લે છે અને એમની સાથે સાથે ભગવાન પાસે આવે છે; પણ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy