________________
૧૨૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
સંઘ તે છે કે જે સંસારથી થોડા સમયમાં છૂટવા માગે. સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા પૈકી એક પણ સંઘ એવો ન હોય જે સંસારમાં રહેવા ઇચ્છે. આ રીતે જેને મુક્તિની જ સાધના કરવાની હોય તેના વિચારો ઉત્તમ જ હોય. એ જે જે મનોવર્ગણાના પુદ્ગલ લે તે સુંદર જ લે, સંસારના રંગરાગમાં પાડે એવાં મનોવર્ગણાનાં પુદ્ગલો એ ગ્રહણ કરે જ નહિ. આત્મા નિયમમાં આવે, અંકુશ સ્વીકારે, તો એ બને. નિયમો વિના મનોવર્ગણાનાં યુગલોને સુંદ૨ બનાવી શકાતા નથી. ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે જેનાથી ઇંદ્રિયો તથા મનનું દમન થાય તે નિયમ.
1316
એક વર્ગ એવો છે કે જે નિયમને બંધન માને છે, બેડીરૂપ માને છે. શ્રી જિનેશ્વરદેવના કાળમાં પણ તેવો વર્ગ થોડા પ્રમાણમાં હોય; પણ તે વર્ગ જૈન તરીકે ઓળખાતો નથી. વર્તમાનમાં તો એવો વર્ગ પણ જૈન તરીકે ઓળખાય
છે. સ્વતંત્રતાની ઉપાસનાનો દાવો કરનારાને પણ વનમાં અંકુશ લાવ્યા વિના છૂટકો નથી. જે રાજતંત્ર હસ્તગત કરવાની વાતો કરો છો તે પણ નિયમબદ્ધ છે. અંકુશના સ્વીકાર વિના એક પણ કામ સિદ્ધ ન થાય. નિયમને બેડી માની સ્વતંત્રતા પામવાની વાત કરે ત્યાં કહેવું પડે કે એ વર્ગ શાસન પામ્યો જ નથી. એ વર્ગને દૂર રાખો કેમકે એને શાસનમાં સ્થાન નથી.
બીજો એક વિભાગ તે છે કે જે ભાંગી જવાના ભયે નિયમ નહિ લેવાનું કહે છે. એ કહે કે-‘કરીએ બધું, તજીએ બધું પણ નિયમ નહિ; કેમકે કદાચ ન પળાય તો ?’ પણ એ ‘કદાચ’ માટે તો નિયમ છે. ‘કદાચ’ નો સંભવ છે માટે જ નિયમ ખાસ જરૂરી છે. પાપ કરતો હોય તે જેમ નિયમ લઈ શકે છે તેમ પાપ નહિ કરનારો પણ પાપ નહિ કરવાનો નિયમ લઈ શકે છે. નિયમ ભવિષ્ય માટે છે; ભૂતકાળનો કે વર્તમાનકાળનો નથી. ભૂતકાળમાં પાપ કર્યું હોય તેનો પસ્તાવો હોય, જે પાપનો નિયમ લે તે વર્તમાનમાં ન હોવું જોઈએ, અને ભવિષ્યમાં પાપ ન કરવા માટે નિયમ છે. કેટલાક કહે છે કે અમુક પાપ તો અમે કરતા જ નથી તો એના નિયમની શી જરૂર ? હું કહું છું કે તો પછી નિયમના સ્વીકારમાં હ૨કત શી ? વિષમ સંયોગોમાં આત્મા કાબૂ ન ગુમાવે માટે નિયમ છે. ‘ભાંગવાના ભયથી નિયમ ન લેવો' આ માન્યતાથી ઘણા આત્માઓ ઉત્તમ સાધનાથી વંચિત રહે છે.
નિયમ લેવાના પરિણામ, નિયમનું પાલન, એના પાલન માટેની કાળજી, તે વખતની કર્મનિર્જરા, તે સમયે થતો શુભાશ્રવ, તેનાથી બંધાતું સ્વર્ગાદિનું આયુષ્ય, એ બધા લાભથી નિયમ નહિ લેનારો વંચિત રહે છે. જ્ઞાનીની દૃષ્ટિએ