________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
ભગવાન મહાવીરદેવને જોઈને એ તરત જ પાછો ભાગે છે. આ જોઈ ઇંદ્રમહારાજા હાંસી કરે છે, ત્યારે ખુદ ભગવાન કહે છે કે ‘હાંસી કરવી યોગ્ય નથી, એ જ્વ પામી ગયો.' ફક્ત અહીંથી ત્યાં આવ્યો ને તરત પાછો ભાગી ગયો એને માટે ભગવાને ‘પામી ગયા’નું પ્રમાણપત્ર આપી દીધું. સંયમ લેતી વખતની પરિણામશુદ્ધિનું એ ફળ હતું.
૧૩૦
1318
અશુભ કે શુભ જે બંધ નિયત થયા તે થયા શ્રી શ્રેણિક મહારાજા કે કૃષ્ણ મહારાજાને ક્ષાયિક સમ્યક્ત્વનો જે લાભ થયો તે જેમ નિયત છે તેમ પૂર્વે ન૨કાયુનો જે બંધ પડેલ છે તે પણ નિયત છે. પહેલાં નરકે વું જ પડ્યું. સારી કરણીનું ફળ મળવાનું ચોક્ક્સ પણ નરકે ગયા વિનાં છૂટકો ન થયો. કર્મવશ જીવ નિયમ ભાંગે પણ ખરો પણ પાછો તે પાપુની નિંદા કરે, ગહ કરે અને શુદ્ધ થાય. શ્રી નંદિષણ મુનિનું દૃષ્ટાંત એ માટે પ્રસિદ્ધ છે.
પણ એ રીતે શુદ્ધ કોણ થાય ? પામેલો કે નહિ પામેલો ? મહાત્મા શ્રી નંદીષેણ મુનિવરે પોતાના વ્રતનો ભંગ ન થાય માટે આત્મઘાત કરવાના તમામ પ્રયત્ન કર્યા, પણ ભોગાવલી તીવ્ર હતું; દેવીએ તમામ પ્રયત્નો નિષ્ણ કર્યા, ફાંસો ખાધો તે પણ છૂટી ગયો, કર્મોદયુ નડ્યો, વેશ્યાને ત્યાં ગયા, વેશ્યાના વચનથી અભિમાન આવ્યું, તરણું તોડી સોનૈયાની વૃષ્ટિ કરી, વેશ્યાને આધીન થઈ અને તીવ્ર કર્મોદયે પોતે ત્યાં રહ્યા, પણ તે જ વખતે રજોહરણ સાચવીને ઊંચે મૂક્યું. મનમાં થયું કે ‘મેં વ્રત ભાંગ્યું.’ વ્રત લીધું હતું તો ભાંગ્યું એમ થયું ને ?
અતિચાર અને અનાચાર :
પેઢી ખોલનારને આવક-જાવક બેય થાય. નિયમ લેનાર કહે કે- ‘ન જ ભાંગે એવી ખાતરી મળે તો જ લઉં' તો એવી ખાતરી કોણ આપે ? છદ્મસ્થકાળમાં રહેલો, કર્મની આધીનતામાં પડેલો, આત્માના એક એક પ્રદેશ ઉપ૨ અનંતાનંત કર્મના ૫૨માણુઓ પથરાયેલા છે એવો-આવા આત્મા માટે ખાતરી કોણ આપે ? કોઈ જ ન આપે. ચડેલાના પરિણામમાં પણ ક્ષણે ક્ષણે પલટા થાય, માટે તો ભંગ છેલ્લો કહ્યો. અતિક્ર્મ, વ્યતિક્રમ, અતિચાર અને પછી છેલ્લે અનાચાર કહ્યો. અતિચાર, સુધી નિયમનો ભંગ નહિ; પણ અનાચાર થયો કે નિયમભંગ થયો. બાવીશ જિનના સાધુ ઋજુ અને પ્રાજ્ઞ હતા એટલે કે સરળ અને સમજદાર હતા, છતાં એ પણ અતિચારના ઝપાટામાં આવતા તો ભગવાન મહાવીરના શાસનના વક્ર અને જય જીવોને અતિચાર નહિ ?