________________
૩૬૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
.' 1550 ટકાવનો આધાર, પીઠની દઢતા, રૂઢતા, ગાઢતા અને અવગાઢતા ઉપર છે. ઉત્તર ગુણ તથા મૂલગુણનો તો શ્રીસંઘ પૂજક હોય. જો ત્યાં તેનો પ્રેમ નથી તો એ પીઠ પોલી સમજવી. પીઠ તે કે જે ઉપરની મેખલાને ખસવા ન દે, એને હાનિ પહોંચવા ન દે.
મૂલગુણમાં પાંચ મહાવ્રતો છે. અણુવ્રતો તો એ મહાવ્રતો ઉપરના પ્રેમથી આવે છે. મહાવ્રતો લેવાની ઇચ્છા હોય પણ સામર્થ્યના અભાવે ન લઈ શકે તે અણુવ્રતો લે. મહાવ્રતો લેવાની ઇચ્છા વિના અણુવ્રતો આવતાં જ નથી. કેમ કે, ત્યાં સમ્યકત્વનો જ સદભાવ નથી. અણુવ્રતો તો મહાવ્રતો સુધી પહોંચવા માટે વચ્ચેના ટેકા જેવાં છે. ચાલવાની ઇચ્છા છતાં શક્તિ ન હોય ત્યાં જેમ લાકડી, ટેકા રૂપ છે, તેમ અણુવ્રતો મહાવ્રતો પામવા માટે ટેકારૂપ છે, મહાવ્રતો ઉપર પ્રેમ વિના સાચા દેશવિરતિધર બનાય જ નહિ. મહાવ્રતો ઉપર પ્રેમ વિના સમ્યકત્વની દઢતા, રૂઢતા, ગાઢતા અને અવગાઢતાની વાતો અસંભવિત છે. મૂલગુણ માટે ઉત્તરગુણ ઉપર પ્રેમ જોઈએ. ઉત્તરગુણ વિના મૂલગુણ ટકી, ખીલી, શોભી, દીપી કે વૃદ્ધિ પામી શકતા નથી. જેને મૂલગુણ પ્રત્યે પ્રેમ નથી તે સંઘમાંથી નીકળી જાય છે :
સંઘમાત્રને અર્થાત્ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને મૂલગુણો પ્રત્યે પ્રેમ હોય જ. જેને મૂલગુણ પ્રત્યે પ્રેમ નથી તે આપોઆપ સંઘમાંથી નીકળી જાય છે. મહાવ્રતો ઉપર પ્રેમ હોય, એ. ક્યારે મળે એવી ભાવના હોય, તો જ મનાય કે પ્રભુનાં વચન ઉપર એને પ્રેમ છે, તે સિવાય સંઘત્વ નથી. સાધુ-સાધ્વી મહાવ્રતધારી હોય અને શ્રાવક-શ્રાવિકાને મહાવ્રત ને હોય એ ખરું, પણ મહાવ્રતો પ્રત્યે પ્રેમ તો હોય જ. એમાં કોઈ દેશ, કાળ બાધક નથી, કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રતિબંધક નથી. જે કાળે આ બધી વસ્તુઓ મૂલગુણોને હાનિકર હશે ત્યારે પ્રભુનું શાસન જ નહિ હોય. આ વાત સઘળાના હૈયામાં વ્યાપ્ત જોઈએ. ચોથા અને પાંચમા ગુણઠાણે રહેવાની અને માર્ગાનુસારીની પણ આવી જ દશા હોય. આ ત્રણે મહાવ્રતો પામેલા નથી. છતાં મહાવ્રત પામવા જેવાં છે એવી માન્યતાવાળા હોય, તો એ મહાવ્રતો પામેલાની માન્યતા કેવી હોય ? આમાં કોઈ પણ સંયોગ બાધ નથી કરતો એ વાત સંઘના હૃદયમાં ન જચે ત્યાં સુધી નિયમ લે કોણ ? અને ત્યાં સુધી ચિત્ત ઉત્તમ, વિશુદ્ધ અને ઝળહળતાં બને ક્યાંથી ? જ્ઞાનાદિ ગુણો ક્ષય કે ક્ષયોપશમથી થાય છે?
જેની સમ્યક્ત્વરૂપી પીઠ મજબૂત હોય તેને જ મૂલગુણ તથા ઉત્તરગુણ