SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪: શાસનના ચરણે સર્વસ્વનું સમર્પણ કરો 104 1551 ૩૭૩ પ્રત્યે પ્રેમ આવે; જેને વસ્તુનો જ પ્રેમ નથી તેને મૂલગુણ અને ઉત્તરગુણ ગમે ? ન જ ગમે. નાનામાં નાનો નિયમ પણ પ્રેમ વિના ન લેવાય તો મૂલગુણ પ્રેમ વિના લેવાય ? નિસરણી ચડવા માંડે તે પહેલે પગથિયેથી કે તે પછીના દરેક પગથિયેથી જ્યારે પૂછો ત્યારે ઉ૫૨ જ જવાનું કહે. એનું ધ્યેય ઉપરનું જ. એ કદી પાંચમે પગથિયે કે પંદરમે પગથિયે જવું છે એમ ન કહે. એમ કહેનારો મૂર્ખમાં ખપે. એ રીતે નાનામાં નાના નિયમનો હેતુ પણ મુનિપણાનો છે. મુક્તિનો હેતુ તો ખરો પણ મુક્તિ મળવાની મુનિપણાથી, માટે આપણે હાલ મુનિપણાની વાત રાખો. એક માણસ જિંદગીભર નિયમો તથા સામાયિકાદિ કરે છતાં મૂલગુણો ન પામે, એને માટે પશ્ચાત્તાપ પણ ન હોય અને બીજો માણસ નિયમાદિ નહિ કરવા છતાં એકાએક મુનિપણું પામે, તો એને એકાએક મુનિપણું કેમ પ્રાપ્ત થઈ ગયું, એં પૂછવાનો પેલાને અધિકાર નથી. વ્યવહારમાં વસ્તુની પ્રાપ્તિમાં ભાગ્યની મહત્તા છે, જ્યારે જૈન શાસનમાં ગુણોની પ્રાપ્તિમાં ક્ષયોપશમ કે ક્ષયની મહત્તા છે. લક્ષ્મી ભાગ્યાધીન છે, જ્ઞાનાદિ ગુણો ક્ષય કે ક્ષયોપશમાધીન છે. દુન્યવી પદાર્થોની પ્રાપ્તિ અશુભોદયના અભાવથી અને શુભોદયના સદ્ભાવથી થાય છે.જ્યારે જ્ઞાનાદિ ગુણો ક્ષય કે ક્ષયોપશમથી થાય છે. જેના ક્ષય કે ક્ષયોપશમ જોરદાર તેને જલ્દી પ્રાપ્ત થાય અને જેના એ મંદ તેને મોડી પ્રાપ્તિ થાય. - સભા ઃ ‘ક્ષય કે ક્ષયોપશમ થવામાં કારણ પૂર્વની આરાધના ?' પૂર્વની આરાધનાથી પણ થાય અને તે વિના પણ નવીન સંયોગ પામવાથી પરિણામની સુંદરતાના યોગે ઉલ્લાસ આવે, વીર્યોલ્લાસ જાગે અને પરિણામની ધારા એકદમ તીવ્ર અને સુંદર બને તો તત્કાલ પણ ક્ષય તથા ક્ષયોપશમ થઈ જાય, એમ પણ બને. જિંદગી સુધી ધર્મ કરનારા રહી જાય અને આ ચડી જાય. જન્મથી સારા ગુણો ધરાવનારા એવા પણ આત્મા હતા કે જેને કેવળજ્ઞાન મેળવવામાં વિલંબ થયો, અમુક ભવો કરવા પડ્યા અને કેટલાક એવા પણ આત્મા થયા કે જેનું પૂર્વજીવન ત્રાસદાયક હતું, જોવું કે સાંભળવું પણ ન ગમે તેવું હતું. છતાં એ ધર્મમાં એવા લીન થયા કે તરત કેવળજ્ઞાન પામી મુક્તિએ ગયા. દઢપ્રહારી અને અર્જુનમાલી જેવા માટે કેવળજ્ઞાનની કલ્પના કોણ કરે ? સુદર્શન શેઠ તથા અર્જુનમાલી એ બેની સરખામણી કરો. સુદર્શન શેઠ જન્મથી જૈન. પરમ શ્રાવક, ભગવાન મહાવીરદેવના પરમ ભક્ત અને અર્જુનમાલી મિથ્યાદૅષ્ટિ તથા યક્ષનો પૂજારી. બનેલા બનાવ અંગે એને યક્ષ ૫૨ ગુસ્સો આવ્યો, યક્ષે એના શરીરમાં પ્રવેશ કર્યો અને ત્યારથી એ રોજ છ પુરુષ તથા
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy