SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - - 148 એને બેમાંથી એકેયમાં હાનિ નથી : એવાં કુટુંબો આજે પણ છે કે જે અશુભોદયમાં હોવા છતાં પણ ધર્મની સાધના મજેથી કરી રહ્યાં છે. જૂના કાળની ઘરડી ડોશીઓ હજી પણ સવારે ચાર વાગે ઊઠી સાત વાગ્યા સુધી શાંતિથી પ્રતિક્રમણ અને સામાયિક કરે છે, કેમ કે, એમને સંસ્કાર એવા છે, જો ધર્મ પરિણમ્યો હોય તો ! મોક્ષનો પુરુષાર્થ કરનાર દુન્યવી સામગ્રી ન મળે તોય શાંતિ અને આનંદ મેળવે છે. એ મળે તોય શાંતિમાં, મળેલું જાય તોય શાંતિમાં અને ગયેલું આવે તોય શાંતિ રાખે છે. ગયેલું આવે યા નવું મળે તો પુણ્યોદય માની તેનો સદ્વ્યય કરી મુક્તિ નિકટ લાવવાનો પ્રયત્ન કરે છે. મળેલું જાય તો અશુભોદય માની સમભાવે સહી નિર્જરા કરી તેને પણ મુક્તિ નિકટ આવવાનું કારણ બનાવે છે. એમાંથી એકમાં એને હાનિ નથી ભોગ પણ રોગ માનીને ભોગવે છેઃ શ્રી તીર્થંકર દેવો ભોગ પણ ભોગકર્મના ક્ષય માટે ભોગવે છે, ભોગ પણ રોગ માનીને ભોગવે છે. રોગીને જેમ દવા ખાવી પડે અને ખાય તે રીતે એ તારકો ભોગ ભોગવે છે. એમને ભોગનો રંગ નથી. શાલિભદ્રને ત્યાં રોજ નવાણું પેટીઓ ઊતરતી. દેવતાઈ ભોજન, દેવતાઈ વસ્ત્રો અને દેવતાઈ અલંકાર તેમાં આવતા. એને ફક્ત એક “સ્વામી” શબ્દ સાંભળતાં વૈરાગ્ય થયો. મળેલી સાહ્યબીમાં જો એ લીન હોત તો આટલા માત્રથી વૈરાગ્ય આવે ? એ પોતાના વિશાળ મહેલની બહાર નહોતો નીકળતો પણ ત્રિકાળપૂજન રોજ કરતો. એની રોજની ધર્મક્રિયામાં કોઈ ખામી ન હતી. “સ્વામી' શબ્દથી એને વૈરાગ્ય થયો એમાં નવાઈ નથી, કારણ કે વસ્તુસ્વરૂપને એ સમજેલો હતો. મિથ્યાષ્ટિ અર્થકામ માટે બધું કરે એ સારું નથી, પણ એ સંભવિત છે; જેમ આંધળો અથડાય એ સંભવિત છે. સમ્યગુદૃષ્ટિ અર્થકામ માટે લાંબી પેરવી ન કરે. નીતિ પાળવાથી ભૂખે નહિ મરાય એવો એને વિશ્વાસ છે. આજે ઘણા બોલતા થઈ ગયા છે કે “જૂઠું બોલ્યા વિના કે આડુંઅવળું કર્યા વિના વેપાર ચાલે નહિ.” વ્યાખ્યાનો સામે મનાઈ હુકમ આજના દયાળુ પણ કેવા છે ? પોતાના કોઈ સ્નેહીને આપત્તિ આવે ત્યાં દયા નહિ, કોઈ સંબંધી રાજ્યના ગુનામાં ફસાય અને સજા પામે ત્યાં છોડાવવા ન જાય, કોઈ સંબંધી રોગી બને કોઈ દરિદ્રી બની ભૂખે મરે ત્યાં ખબર લેવા ના
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy