SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ 1370 ૧૮૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પોતે ગમે તેવી તક્લીફો વેઠે. સેવામાં રહેલા સોળ હજાર દેવતા એ ચક્વર્તીની મરજી અનુસારે ચાલવાની પેરવીમાં હોય. ચર્તી જરા કોઈથી નારાજ થાય કે તરત દેવતાઓ એના ગમે તેવા દુશ્મનને મહાત કરે. ચક્વર્તી જ્યારે છ ખંડ સાધવા નીકળે છે ત્યારે અનાર્ય દેશમાં મ્લેચ્છો એમને બહુ ત્રાસ આપે છે અને મેઘકુમાર દેવની સહાયથી સાત-સાત દિવસ સતત વરસાદ છે. આમ છતાં ચક્વર્તીને કાઈ જ અગવડ ન આવે કેમકે એમનાં ચૌદ રત્નો એમને બધી જ સગવડ પૂરી પાડે છે. ધારે એ છત્ર બનાવે કે વરસાદ જરાય નડે જ નહિ. અંધકા૨માં અજવાળું થઈ જાય. ખેતી સવારે કરે ને બપોરે તો અનાજ તૈયાર થાય. આ બધું છતાં એ સાત દિવસ બેસી રહેવું પડે એથી ચક્વર્તી એ મ્લેચ્છો ઉપર એવા નારાજ થાય છે કે-‘આ કેવા પાપાત્માઓ. છે કે આવો જુલમ કરે છે !' ચક્વર્તીના આવા ભાવ જાણતાં જ દેવતાઓ દંડા લઈને ઊઠે ને પેલાઓને ભગાડે. ચક્વર્તીનાં ખાનપાન એવાં કે તે કાળમાં પણ એના વિના બીજા કોંઈને એ ન પચે. બત્રીસ હજાર મુગુટબદ્ધ રાજાઓ એની તહેનાતમાં હાથ જોડીને ઊભા રહે. એવો એક રાજા આ હિંદુસ્તાનમાં કે દુનિયાભરમાં પણ અત્યારે નથી. હાથ જોડીને ઊભા રહેલા એ રાજાઓ પોતાના મુગુટ ચર્તીના ચરણમાં લગાડતા પરંતુ શ્રી જિનશ્વરદેવની વાણી એ ચવર્તીના પણ મુગુટ ઉતરાવતી; અને આવાના મુગુટ ઉતરાવવા એટલે ? એક લાખને બાણું હજાર અંતઃપુરીઓ તજાવવી એટલે ? બત્રીસ હજાર મુગુટબદ્ધ રાજાઓની સેવામાંથી ખસેડી ખુલ્લાં પગે ચાલતા કરવા એટલે ? છનું ક્રોડ પાયદળ અને ચોરાશી લાખ હાથીઓની માલિકી ત્યજાવવી એટલે ? આ બધી કાંઈ નાનીસૂની વાત છે ? તુચ્છ સુખમાં પડેલા આપણને વૈરાગ્ય ન થાય અને આવી ભરપૂર સાહ્યબીમાં પડેલાને તત્કાલ વૈરાગ્ય થાય, એ દેશનામાં સામર્થ્ય કેવું ? સભા એ દેશના કેવી ?’ એ તો એ જ જાણે. અનુભવની વાત એ અનુભવી જાણે. એ દેશના તો વાંચતાયે આજે ભારે પડે. અનુભવીની તો વાત જ જુદી. આ શાસ્ત્રનાં પાનાં વાંચે ત્યારે આ વાંચતા વાંચતાં એને તો મૂંઝવણ થાય. પાનાં હાથમાં રહી જાય ને એ વિચારે ચઢી જાય. પછી એ આગળ ન વધી શકે. શાસ્ત્ર વાંચતાં દૃષ્ટિ ખૂલતી જાય, આત્માનું સ્વરૂપ જણાતું જાય, સ્વ-૫૨નો ખ્યાલ આવતો જાય અને પોતાની પામરતા તથા પોતાનાં પાપ પરખાતાં જાય તો કોઈ ત્યાગી એવો નથી કે જેની આંખમાં પાણી ન આવે. એ દેશનામાં એ કૌવત છે. ભગવાનની એ વાણી તો ભગવાન સાથે ગઈ પણ આ શાસ્ત્રોમાં જે સચવાઈ રહી છે એ પણ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy