SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ 1369 - ૧૨ : સર્વશાસનનો સમયધર્મ ઓળખો !: - 92 – ૧૮૧ ઢીલાં થઈ જાય. સંસારના પ્રેમીને પણ એ સાંભળીને ઘેર જવું ભારે પડી જાય. નારકીનો તાદૃશ્ય ચિતાર જ્ઞાની રજૂ કરે તો સાંભળતાં ગાંડા થઈ જવાય એવું છે પણ તમે તો એમ ગાંડા બનીને પણ શું ઉકાળવાના ? કંઈ આ ઓઘો થોડો લઈ લેવાના ? બહુ થાય તો છાતી બેસી જાય એવું બને, મોટા વૈદ્યની ઊંચી માત્રાઓ તો મોટા માણસો ખાય. બધાનું એ ગજું નહિ. કેમકે એવી સગવડ લાગે ક્યાંથી ? સામગ્રી, સગવડ, સાધન બધું જોઈએ અને ખર્ચ કરવાની તાકાત પણ જોઈએ ને ? જ્ઞાની મહાપુરુષોની દેશના પણ એવા સત્ત્વશીલ આત્માઓ સાંભળી શકે. તમે અમે નહિ. જ્યારે આ નિયમોની વાતો પણ ભારે પડે છે ત્યારે એ દેશનાની વાત સાંભળો તો ? ઘણા તો એમ પણ કહે છે કે બબ્બે ત્રણ ત્રણ કલાકનો ભોગ આપી પૂજા, સામાયિક કરીએ છીએ, વ્યાખ્યાન સાંભળીએ છીએ, તોયે મહારાજ તો ધરાતા જ નથી. તો હવે એ કરવા શું માગે છે ? મોટાની દષ્ટિ મોટી હોય? મારી આટલી નાની વાતોમાં જ્યારે આવી મૂંઝવણ થાય છે ત્યારે જ્ઞાનીઓની ઊંચી વાતોમાં શી દશા થાય ? એ મોટાની દૃષ્ટિ મોટી હોય. અત્યારે શ્રી જિનેશ્વરદેવને કોઈ પૂછે કે, 'ભરતક્ષેત્રના સાધુઓનું સંયમ કેવું ?' તો જણાવે કે- તુચ્છ, કનિષ્ટ કોટિનું.” આપણે તો એમાં પણ આ નથી પળતું ને તે નથી મળતું.' એમ કહીએ છીએ. એ જ સંયમને ભગવાન “તુચ્છ' કહી દે. સંયમની સહેલામાં સહેલી વાત એ જ્ઞાનીઓ એવી રીતે કરે કે ચક્વર્તીના મુગટ પણ ઊતરી જાય: તમને તો દુનિયાની આપત્તિ પણ બેઠી છે. તમારા કાનમાં મીઠા જ શબ્દો પડે એવું નથી. તમારી ખાનપાનની સામગ્રીમાં કોઈ ખામી ન જ આવે એવું નથી. તમારું પુણ્ય તો અધૂરું છે, મેલું છે. ચોવીસ કલાકમાં એકાદ કલાક સુખ તો ત્રેવીસ કલાકની હાયવોય ને બળતરા. લક્ષ્મી દેખાય ત્યારે ક્ષણભર આનંદ થાય પણ એ મેળવવા-સાચવવામાં શી શી મુશીબતો વેઠો છો અને તમે કેવા સુખી છો તે હું જાણું છું. ચક્રવર્તીઓના મુગટ ઉતરાવતી એ દેશનામાં સામર્થ્ય કેવું? ચક્વર્તીનું તો પુણ્ય જબરું. એ સેનાના બળે નભતા નથી, મંત્રીઓની બુદ્ધિએ ચાલતા નથી, રાજાઓની સહાયથી જીવતા નથી, અને અંત:પુરીઓની ખુશી પર એ સુખી નથી. એક લાખ ને બાણું હજારનું ચક્વર્તીનું અંત:પુર છતાં એમાં એક અંત:પુરી પણ એવી નહિ કે જે ચક્વર્તીની ઇચ્છાથી વિરુદ્ધ વર્તવાનો વિચાર કરી શકે. એ બધી ચક્વર્તીને રાજી જોવા ઇચ્છે અને એને રાજી રાખવા
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy