________________
૧૮૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
– 1368 કલાક, ઓગણસાઠ મિનિટ અને ઓગણસાઠ સેકંડ સુધી નચિંત જ રહે એ વિચારે કે છેલ્લી સેકંડમાં એવો નવકાર ગણીશ કે સીધો સ્વર્ગે જ જાઉં."
સભા: ‘આવાને જ્ઞાની ભવિષ્ય બતાવે ?”
બતાવે તો આવો ઉપયોગ કરે એવી લાયકાતવાળા જીવો આજે છે માટે જ્ઞાનીનો વિરહ પણ ભલા માટે છે, ભદ્રબાહુસ્વામી બધું નિમિત્તજ્ઞાન સાથે લઈને ગયા તે આપણા ભલા માટે જ. આજના જીવોને યોગ્યતા મુજબ જ બધું મળ્યું છે. આજે જો કોઈ મરણનો સમય કહે તો ધર્મ ન કરે ને ઊલટો મૂંઝાઈ જાય. બધો પથારો સંકેલવામાં એવો પડી જાય કે એમાં ને એમાં ખોવાઈ જાય. જીવવાની વાત કોઈ કહે તો ધર્મ તરફ બેદરકારી વધી જાય. આવી આજની હાલત છે. આવા કમનસીબો ઉપર ઉપકાર થાય શી રીતે ?
દાનધર્મ ભૂલી ગયા અને લક્ષ્મી વિના દાન ક્યાંથી દેવાય ?” એ ગોખી રાખ્યું. નજરે જુએ છે કે જગતમાં ઘણા લક્ષ્મીવાન એવા છે કે જે વગર પૈસાવાળા જેટલું પણ દાન દેતા નથી. આમ છતાં ત્યાં દૃષ્ટિ ન દોડાવતાં બેધડક કહી દે છે કે- લક્ષ્મી ન હોય તો દાન કઈ રીતે થાય ?” આવું કહેનારાનું ધ્યેય લક્ષ્મી છે અને દાન તો ઓઠું છે. જ્ઞાનીએ ભાવિ કહેવા છતાં ઉન્માર્ગે જનારા પાપીઓ તે કાળે પણ હતા. ભગવાને કોણિકને એની છઠ્ઠી નરકની ગતિ કહી ત્યારે એણે શું કહ્યું તે જાણો છો ને ? ભગવાનના વચનમાં એને શ્રદ્ધા તો છે, એટલે એ કહે છે કે-“છઠ્ઠીમાં કેમ જાઉં ? સાતમીમાં કેમ નહિ ? છઠ્ઠીમાં તો સ્ત્રીઓ જાય, હું તો પુરુષ છું, માટે મારે સાતમી હોય.” એ સાંભળી એણે નવાં ચૌદ રત્નો બનાવ્યાં. ચક્વર્તી બનવાના ઉપાયો આરંભ્યા અને એ ઉપાયોમાં જ મરીને છઠ્ઠી નરકે ગયો. આ રીતે પ્રભુવચન પર શ્રદ્ધા છતાં સાતમી નરકે જવાનો પ્રયત્ન કરનારા આત્માઓ તે કાળે પણ હતા. આજે પણ કેટલાક કહે છે કે-“નરકથી અમે ડરતા નથી. સાતને બદલે ચૌદ કેમ ખોલતા નથી ?' આમ બોલવું બહુ ભારે પડી જવાનું છે. ત્યાં ગયા પછી ખબર પડશે. અહીં ત્રણ ડીગ્રી તાવમાં બૂમો પડાય છે અને ડૉક્ટરને ત્યાં દોડાદોડ થાય છે. ત્રણ ડીગ્રીનો તાવ સહાતો નથી તો ચૌદમી નરકની વાત કયા જોરે થાય છે ? આવા કમનશીબો ઉપર ઉપકાર થાય શી રીતે ? જ્ઞાનીઓની દેશના પણ સત્ત્વશીલ સાંભળી શકે?
અમે સામાન્ય જ્ઞાન ધરાવનારા મુનિઓ નારકીનું તેવું વર્ણન કરી શકતા નથી પણ જ્ઞાનીઓ જો વર્ણન કરે તો સાંભળતાં પરસેવો છૂટી જાય અને ગાત્રો