SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ : સર્વજ્ઞશાસનનો સમયધર્મ ઓળખો ! - 92 મોક્ષ મેળવવા માટે આત્માએ કેવા જાતવાન બનવું પડે ? આત્માની બધી મિલકત પારકા પાસે છે. એટલું સારું થયું કે મહાપુરુષો આગમો કહી ગયા, લખી ગયા, બતાવી ગયા, એટલે આપણે આપણી મિલકત જાણી. બાકી મિલકત છે કે નહિ તે જ ખબર ન હતી. 1367 ―――――――――――― ૧૭૯ જગતનો માનેલો ઈશ્વર નચાવે છે; શ્રી જિનેશ્વરદેવ બતાવે છે દુનિયાનો મોટો ભાગ એમ જ માને છે કે-‘ઈશ્વર તો એક જ છે. આપણે બધા તો એના ગુલામ રહેવા સરજાયા છીએ. બીજો આત્મા કદી ઈશ્વર થઈ શકતો નથી. ઈશ્વરની મરજી હોય તો આત્માને મુક્તિમાં, વૈકુંઠમાં, કૈલાસમાં રાખે નહિ તો આપણી પાસે નવા જ રંગ ખેલાવે. ઈશ્વર જેમ નચાવે તેમ તેના રમકડા તરીકે આપણે નાચવું પડે.' આપણા જિનેશ્વરદેવ તો કહે છે કે-જેવા અમે તેવા જ તમે. જેટલું સુખ અમે ભોગવી શકીએ તેટલું તમે પણ ભોગવી શકો. જેમ અમે આત્મસ્વરૂપ વિકસાવી શક્યા તેમ તમે પણ વિકસાવી શકો. અમે તા૨ક કહેવાઈએ તે માત્ર દિશા બતાવવા વડે, બાકી તમે તમારા સ્વરૂપને ઓળખો, તમારું એ સ્વરૂપ પ્રગટ કરો તો તમે પણ અમારા જેવા બનો.' એવા માટે જ્ઞાનીનો વિરહ પણ ભલા માટે છે ઃ શ્રી જિનેશ્વ૨દેવ નહોતા મળ્યા ત્યાં સુધી આપણને આપણી આત્મલક્ષ્મીની ખબર ન હતી. દુનિયાના જીવો માલિકીપણું ખોઈ બેઠા છે કેમકે આબરૂ વિનાના બન્યા છે. પરભાવમાં મારાપણું માનનારની આબરૂ શી ? પારકી વસ્તુને પોતાની માને તે એક નંબરનો મૂર્ખા. સુખીને મહાલતા જોઈ પોતે મહાલવા લાગે તે પણ મૂર્ખા. ઉઠાવગીર અને ચોટ્ટાઓ એવા જ હોય છે. એ પારકી મિલકતને પોતાની માને છે. ફાવે ત્યાં કાતર ચલાવીને લોકોનાં ખિસ્સાં કાતરે છે. જૈનદર્શનની અપેક્ષાએ આપણે પણ એવા જ ઉઠાવગીર છીએ. પરવસ્તુને પોતાની માનવાની મૂર્ખતા કરીએ છીએ. માતાપિતા, રાજઋદ્ધિ, સુખ-સાહ્યબી વગેરેમાં સુખની કલ્પના એ વિભાવ છે. આ મહર્ષિ કહે છે કે સંતોષ આવ્યો તો બધા ધર્મ આવ્યા. આપણે ફસ્યા છીએ એવી સમજ આવે તો હમણાં બધી ફસામણનો અંત આવે. કર્મના બંધનથી લાખો વર્ષ ફસામણમાં રહેવું પડે એ બને. શ્રી જિનેશ્વરદેવોને પણ લાંબો સમય ગૃહસ્થાવાસમાં રહેવું પડ્યું ને ? સભા : ‘આગળ તો જ્ઞાનીઓ ભવિષ્ય કહેનાર હતા.’ અત્યારે જ્ઞાની નથી એ જ આપણા માટે સારું છે. જો જ્ઞાની સો વર્ષનું આયુષ્ય કહે તો આ નામદાર નવાણું વર્ષ, અગિયાર મહિના, ઓગણત્રીસ દિવસ, ત્રેવીસ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy