SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ થનારા પણ છે, છતાં સંભવ તો અહીં જાગૃતિનો જ છે. સારા માણસને ગાળ દેવા આવેલો પણ ગાળ ભૂલી ગુણ ગાતો થઈ જાય એવું બને છે અને દુર્જનના ગુણ ગાવા ગયેલો ગુણ ભૂલી ગાળ દેતો પણ થાય એ સંભવ છે. બહારની ધમાલથી ખસી જે આત્મા અહીં આવ્યો તે બાહ્યયિામાં હોય તો પણ ઘણું કમાયો; પણ પ્રતિપક્ષી વસ્તુને તજ્યા વિના, એનાથી ખસ્યા વિના, અશુભ અધ્યવસાયના પરિત્યાગ વિના, મમતા છોડ્યા વિના ધર્મનો સાક્ષાત્કાર ન થાય. આત્માના ગુણો ગીરવે મુકાણા છે ઃ ૧૭૮ 1366 સભા : આત્મા પોતાનો સ્વભાવ મૂકી પરભાવમાં ૨મે તે વ્યભિચાર નથી ?’ છે જ, પણ એ બહુ ઊંચી કોટિની વાત છે. એ વાત હમણાં તમારા માટે એકદમ નથી કરતો; બાકી એ વાત પણ કર્યા વિના નહિ ચાલે, કારણ કે બાહ્યભાવમાં રમણતારૂપ વ્યભિચારના કા૨ણે તો સંસારમાં આથડી રહ્યા છીએ. દુનિયામાં કહેવાય છે કે વ્યભિચારીના ધનનું, આબરૂનું, પ્રાણનું ક્યારે લિલામ થાય તે ન કહેવાય. એ રીતે આત્માનું ૫૨ભાવમાં ૨મણ એ તે દૃષ્ટિએ વ્યભિચારી જીવન છે. એટલા માટે તો આત્માની મિલકત ગીરવે મુકાણી છે. આત્માની અનંત લક્ષ્મી એના હાથમાં છે ? ના. આત્માના બધા ગુણો ગીરવે મુકાઈ ગયા છે. આત્મા અનંત જ્ઞાનનો ધણી છતાં અમુક વાત જાણવી હોય તો આ પાનાં વાંચવા પડે. એ ગ્રંથની સેવા, વિનય, બહુમાન કરીએ અને યોગ્યતા મેળવી વાંચીએ તો એમાંથી કાંઈક આવડે. હવે આ જ્ઞાન છે તો બધું આત્મામાં પણ હાલ ગીરવે મુકાયું છે માટે આટલી મહેનત કરવી પડે છે. એ શાથી ? આત્મા વ્યભિચારી બન્યો, આબરૂ વિનાનો બન્યો માટે. જેમ વાલી વિનાના વારસને યોગ્ય ઉંમરના અભાવે છતી મિલકતે પારકા સામે હાથ ધરવો પડે છે તેવી આ આત્માની પણ હાલત છે. જૈનશાસનમાં ગણાતા જાતવાન હોય : મોટો માણસ પણ જો વ્યભિચારી બને તો એને મૂર્ખ, ગાંડો, બેવકૂફ, એ બધું કહેવાય છે. ડફણાનો ભય રાખ્યા વિના ખોટી સાહ્યબીમાં રાચે તેને અહીં પણ બધું કહેવાય. ગધેડો જાણે છે કે માલિક પાછળ ચાલ્યો આવે છે અને નહિ ચાલું તો ડફણાં પડશે, છતાં ન ચાલે તો ડફણાં ખાવા પડે; તેમ અહીં પણ કરવા યોગ્ય ક્રિયા ન કરે તે ડફણાંને યોગ્ય કહેવાય. જાતવાન ઘોડા પણ ઘોડેસવારના મનને પારખે છે. જો ઘોડા પણ જાતવાન હોય તો જૈનશાસનમાં ગણાતા જાતવાન કે કજાત ? જો માલિકનો પ્રેમ મેળવવા ઘોડાએ જાતવાન બનવું પડે તો
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy