________________
1655 - ૩૦: જૈનશાસનની સ્થાઓ.. વૈરાગ્યરસ અને વર્તમાન સમય - 110 – ૪૬૭ શ્રી જિનમૂર્તિ ભરાવવાની વિધિ
પરમાત્માની મૂર્તિ સમચતુરઢ સંસ્થાન આકારવાળી હોય અને તેથી તે અત્યંત આકર્ષક લાગે. એવી સપ્રમાણ મૂર્તિ બનાવવા માટે શાસ્ત્ર વિધિ બાંધી કે, પરમાત્માની મૂર્તિના કારીગર સાથે ભાવતાલ ન કરાય. કામ સુંદર કરે માટે મોં માંગ્યા દામ આપવાના. કારીગર જેમ પ્રસન્ન રહે તેમ મૂર્તિ સારી બનવાની. એને વસ્ત્રો પણ પોતે આપે. બને તો રોજ નવાં વસ્ત્રો આપે નહિ તો ધોએલાં સ્વચ્છ વસ્ત્રો આપે. સુંદર ગાદી-તકિયા અને કીમતી પાટલા રાખે. જેના ઉપર મૂર્તિ રાખી કારીગર પણ બેસીને સુખપૂર્વક ઘડતર કરે. ત્યાં ઘીના દીવા અને સુગંધી ધૂપ ચાલુ હોય, જે વાતાવરણને વિશુદ્ધ અને સુવાસિત રાખે. કારીગરોને ભોજન પણ ઋતુને અનુકૂળ અપાય કે જેથી તેમનું આરોગ્ય સારું રહે. વાયુસંચાર ન થાય, ખરાબ પ્રકાર ન આવે તેવા પદાર્થો ભોજનમાં અપાય. કારીગરો પોતાના ઘેર જમે તો અભક્ષ્ય પદાર્થો પણ વાપરે. તેથી તેમને પોતે જ જમાડે. કારીગરો માટે રસોઈ પણ અલગ બને. એમનાં ચિત્ત પ્રસન્ન રહે તેની કાળજી બરાબર રખાય. ચિત્ત પ્રસન્ન હોય ત્યારે જ કામ કરવાનું એમને કહી દેવાનું. ચિત્તમાં જરા પણ ઉગ કે ખિન્નતા હોય તો કામ મૂકી દે. ત્યાં રોજ આટલા કલાક કામ કરવું એવો હિસાબ નહિ. મનની પ્રસન્નતા હોય તો એકધારું કલાકો સુધી કામ કરે અને મન આનંદમાં ન હોય તો બે દિવસ ન પણ કરે. કામ સુંદર, ચિત્તને આલાદ આપે તેવું અને બરાબર વિધિપૂર્વક કરવાનું. એ પ્રમાણે વારંવાર ભલામણ કરે. સંપ્રતિ મહારાજાએ આ રીતે મૂર્તિઓ ભરાવી. તેથી તેમની બનાવેલી મૂર્તિઓ આજે પણ દર્શન કરનારાના ચિત્તને આકર્ષિત કરે છે. આ રીતે કારીગરોને સાચવવાથી તેઓ કામચોરી કરશે અથવા હરામખોરી કરતા થઈ જશે એવું ન માનતા. કોઈ નાલાયક હોય તેની વાત જવા દો. બાકી લાયક કારીગરો તો દિલ દઈને કામ કરતા થઈ જાય. આનંદની લહેરો વચ્ચે કામ કરતાં તેઓ પોતાના પરિશ્રમને પણ ભૂલી જાય અને માને કે આટલું સન્માન આ પ્રભુના પ્રતાપે છે. તેથી પરમાત્મા પ્રત્યે તેમને આદરભાવ વધી જાય. એથી તો વસ્તુપાળ તેજપાળે જે કારીગરો પાસે મંદિર બંધાવ્યાં તે કારીગરોએ પણ પોતાના તરફથી ત્યાં એક જિનમંદિર બાંધ્યું. એમને પણ એવી ભાવના થઈ આવી. મંદિર ઉપાશ્રયોને એના સ્વરૂપમાં જ રહેવા દો:
નાટક, સિનેમાઓમાં ઘેલાં બનેલાંને આ પ્રભુમૂર્તિઓ કલાવિહીન લાગે તો એ ઘેલાઓ ત્યાં જ ભલે મ્હાલે, અહીં તેમનું કામ પણ નથી. દુર્ગતિના મહેમાન