________________
૨૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- 1214 ના, અભવિને સાડા નવ પૂર્વથી અધિક જ્ઞાન ન હોય. ઋષભદેવ ભગવાનના ચોરાસી લાખ સાધુમાંથી વીસ હજાર ગયા. મહાવીર ભગવાનના ચૌદ હજાર સાધુમાંથી મુક્તિમાં સાતસો ગયા. સંયમી તે જ ભવમાં મોક્ષે જાય એવો નિયમ નથી. અન્ય ભવમાં પણ જાય અને કેટલાક લીધા પછી પડે પણ ખરા. ન પડે તે ભાગ્યવાન ! ઇચ્છા વિના દીક્ષા ન આપીએ :
એટલે નક્કી એ થયું કે૧. વિરતિનાં પરિણામ આવવા માટે જ્ઞાન જોઈએ જ એમ નહિ. ૨. વિરતિનાં પરિણામ આવ્યા પછી વિરતિ અંગીકાર કરવા માટે અમુક . ભણવું જ જોઈએ એવો નિયમ નથી. . . ૩. વિરતિ લીધા પછી તેના પાલન માટે અમુક જ્ઞાન જોઈએ જ અથવા
અમુક જ્ઞાન ન હોય તો વિરતિનું પાલન ન જ કરી શકે, એવો નિયમ નથી. આ ત્રણ મુદ્દા સમજ્યા પછી કોઈ જાતની શંકા નહિ રહે; પરંતુ જ્ઞાની ગુરુની નિશ્રા જોઈએ જ એ શરત પા. '
સભાઃ “નાની વયમાં દીક્ષા ઇચ્છાથી કે અનિચ્છાથી ?'
ઇચ્છાથી, જો બલાત્કારે આપીએ તો સચવાય શી રીતે ? અહીં પરાણે લઈ આવ્યા અને પછી બૂમ પાડે તો ? આજકાલ તો એવા વકીલો તૈયાર જ બેઠા છે કે જો કોઈ બાલ સાધુએ બૂમ મારી તો તરત જ ઉપાડીને લઈ જાય અને મારા હાથમાં બેડી પણ નંખાવે. આવી તો એ કાયદાબાજો રાહ જોઈને જ બેઠા છે. પણ હું એવું કશું શા માટે ? રાજ્યનો કાયદો નડે એવું અમારે કરવાની જરૂર શી ? ઇચ્છા વિના સંયમ આપવું શા માટે ? અજ્ઞાનવયમાં દીક્ષા લેવાનાં પરિણામ દેખાય તો એને સારા સંસર્ગમાં મૂકવાની શાસ્ત્રની આજ્ઞા છે.
સભા: “પાત્રતા જોવાની કે નહિ ?'
જરૂર જોવાની. ઉત્તમ કુળ, સારા સંસ્કાર એ બધું જોવાનું. બાકી સંસાર ખરાબ લાગતો હોય અને સંયમ સારું લાગતું હોય એટલી જ એની પરીક્ષા.
સભા: “અણુવ્રત પણ ન જાણે તેને મહાવ્રતો અપાય ?'
કંઈ પણ ન જાણનારને પણ મહાવ્રતો અપાય. મહાપુરુષો તો કહે છે કે જે આત્માને માત્ર સંસાર અસાર લાગે, પૂર્વના સંસ્કારથી કે અનુભવથી કે દુ:ખ પડવાથી સંસારની નિર્ગુણતા સમજાય, તો સમ્યકત્વ ન હોય તો એનો આરોપ