________________
1213 – ૨ : મળશે બધું પણ માગશો શું? - 82 – ૨૫ અને ભગવાન ઋષભદેવજીના કાળમાં પણ પડતા હતા. શાસ્ત્ર કહે છે કે જેટલા આત્મા મહાવ્રત પામીને મુક્તિએ ગયા તેના કરતાં મહાવ્રત પામીને પડેલા આત્માઓ અનંતગુણા હોય છે. વીતરાગ જેવું ચારિત્ર પાળનારા અનંતા ચૌદપૂર્વી નિગોદમાં ગયા છે. મહાવ્રત ધારણ કર્યા અને એક કલાક રહ્યા પછી જાય, તો પણ પામ્યો નહિ એમ ન કહેવાય. મહાવ્રત પામેલો મોક્ષે જાય એ વાત ખરી પણ એ જ ભવે મોક્ષે જાય એવો કાયદો નહિ. કર્મનો એક પણ અણુ આત્માને લાગેલ હોય ત્યાં સુધી મોક્ષે જવાય તેમ નથી. સમ્યક્ત્વ પામેલો અર્ધપુદ્ગલ પરાવર્તમાં મોક્ષે જાય એ વાત સાચી પણ સમ્યક્ત પામ્યા પછી અંતર્મુહૂર્તમાં હારી જાય અને એવા પણ અનેક જીવો હોય કે એ હાર્યા પછી અર્ધપુગલ પરાવર્તન સુધી પામે જ નહિ. છેલ્લે વખતે જ પામી, મહાવ્રત લઈ, કેવળજ્ઞાન પામી મુક્તિમાં જાય. માટે પામ્યો એ તો પામ્યો જ કહેવાય. એ નથી પામ્યો એમ ન કહેવાય. •
"अन्तोमुहत्तमित्तपि, फासियं हुज्ज जेहिं सम्मत्तं ।
તેસિં અવઢપુરાન-પરિટ્ટો ચેવ સંસારો !” “અંતર્મુહૂર્ત માત્ર પણ, જે જીવને સમ્યક્તનો સ્પર્શ થયો છે તેનો સંસાર અર્ધપુદ્ગલ પરાવર્તમાં સીમિત થઈ જાય છે.”
ભગવાન મહાવીરદેવના જીવે નવસારના ભવમાં સમ્યક્ત પ્રાપ્ત કર્યું. - ત્યાંથી દેવલોકમાં ગયા અને ત્યાંથી અવીને ઋષભદેવ ભગવાનના પૌત્ર મરીચિ થયા. એમના બધાભવો જુઓ. ચડ્યા અને પડ્યા, પામ્યા અને હાર્યા, એવું જ બનતું આવ્યું છે. જો તમે કહો છો તેમ હોય તો તો ચરમ શરીરી જ દીક્ષા લઈ
શકે, પણ એવું નથી. એવું હોય તો તો આજે કોઈ સાધુ હોય જ નહિ. - ઋષભદેવ ભગવાનના સાધુઓમાંથી કેટલાક મુક્તિએ ગયા તો કેટલાક દેવલોકમાં ગયા એમની પરંપરામાં પણ એમ જ બન્યું છે. અહીં મહાવ્રત પામ્યા તે મુક્તિમાં ન ગયા ત્યારે ક્યાં ગયા ? વૈમાનિકમાં કે સર્વાર્થસિદ્ધમાં. ત્યાં મહાવ્રત છે ? દેવલોકમાં તો ગુણસ્થાનક ચોથું ને ? હવે એ મહાવ્રત પામ્યા જ નથી એમ કહેવાય ?
શાસ્ત્રનાં વચનો વિચારો. એ કહે છે કે :વિરતિધર જો મુક્તિ પામે તો ભલે પણ મુક્તિ ન પામે તોનિયમ વેમાલી ડું - નિયમા વૈમાનિક દેવ થાય.” સભાઃ “અભવિને ચૌદ પૂર્વ હોય ?