SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩૩ – ૧૦ નિયમ લેતાં પહેલાં અને પછી - 90 – ૧૪પ પછી આપ્યા અને પહેલાં તમને સમજાવ્યું છે. સમજવા છતાં પાપને પાપ ન માનો તો છતું અનાજે ભૂખે મરવા જેવી સ્થિતિ થશે. છતી સામગ્રીએ કંગાલિયત ભોગવવા જેવી હાલત થશે. આ એક સુંદર પરીક્ષા છે. અદ્ભુત થર્મોમીટર છે. બગલામાં મૂક્યું કે તાવ કેટલો છે તે બતાવે. પાપને પારખવા માટેનું આ માપક યંત્ર છે. “અમુક વસ્તુનો કેમ ત્યાગ કર્યો ?' એના જવાબમાં લોચા વાળે તો એને મૂર્ખ સમજવો. રાખવા જેવું ન હતું, ખોટું હતું માટે તો તર્યું તો પછી લોચા શા માટે વાળવાના ? જે રાખવા જેવું નથી તે રાખવાથી દુર્ગતિ છે. એના ફંદામાં જેટલા ફસાયા તેટલી બરબાદી. તો ઉપદેશક અવિરતિના પાપનો ભાગીદાર બને સંસાર સારો, એમાં રહેવામાં હરકત શી ?' આ વાતમાં જો સાધુ “હા” ભણે તો શ્રાવક સંસારમાં રહીને પાપ બાંધે અને એ નામદાર એમાં ટેકો આપીને પાપ બાંધે. શાસ્ત્રમાં કહ્યું છે કે ધર્મોપદેશક શ્રોતામાં સર્વવિરતિની લાલસા જગાડ્યા વિના જ સીધો દેશવિરતિનો નિયમ આપે તો એ નિયમ લેનારની બાકીની અવિરતિના પાપનો હિસ્સોદાર એ બને.' કારણ કે રૂપિયાને બદલે પૈસો કોણ આપે ? કાં તો કૃપણ અને કાં તો અશક્ત, જેની પાસે માલ ન હોય તે. પુણ્યશાળી તો સોનૈયા જ ઉછાળે, પૈસા પણ ન હોય તો પાઈઓ ઉછાળે. સાધુ શક્તિહીન નથી. એની પાસે તો પાંચ મહાવ્રતો રૂપી રત્નો મોજૂદ છે. પાંચ મહાવ્રતો રૂપી અઢળક ધન ધરાવનાર સાધુ કૃપણતા ક્યા પાપે બતાવે ? જો સાધુ કૃપણતા કરે તો એ એની કમનશીબી. કરવું પડે અને કરવું-એ બેયમાં ફેર સમજે ! ગરીબનાં છોકરાં ધૂળમાં રમે અને રાજાનાં છોકરાં મહેલમાં રમે. આમ બંનેનાં રમવાનાં સ્થાન જુદાં. શ્રાવક સાધુને કહે કે-“હું ત્રિકાળ પૂજન કરું, ઉભય કાળ આવશ્યક કરું, નિત્ય સામાયિક કરું, પછી સંસારમાં રહું તેમાં વાંધો શો?” સાધુ કહી દે કે-બધું ખરું, પણ તેથી સંસારમાં રહેવામાં વાંધો નથી એમ સાબિત થતું નથી.” શ્રાવક કહે કે-“પણ લગભગ તમારા જેવો જ બનીને રહીશ' તો સાધુ કહી દે કે એ લગભગનો જ વાંધો. એ “લગભગ રહી જાય છે તે જ ખોટું. સાધુની જો આવી મક્કમ ભાષા હોય તો એણે સંસાર તજ્યો એ વાજબી ઠરે. | ગમે તેવી આપત્તિકાળે પણ ધર્મક્વિાનો નિષેધ ન હોય, સંવરની ક્રિયાનો નિષેધ ન હોય. પાપના ત્યાગનો નિયમ હોય. જે પાપ પૂર્વે સેવ્યું તેના માટે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy