SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1:00 કતલ કરે છે એ ખૂબી છે. રાજા તો નોકર કે મારા પાસે કતલ કરાવે પણ મોહ એવો ભયંકર છે કે આત્માની કતલ પોતાના હાથે જ કરાવે છે. એવી સામગ્રી એ પૂરી પાડે કે આત્મા પોતે એમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શમાં લીન થઈ પોતાની કતલ પોતે જ આનંદથી કર્યું જાય. કતલખાનામાં રહેલો આત્મા કંપતો હોય કે નચિંત હોય ? જાનવરોને પણ કતલખાનામાં લઈ જવામાં આવે ત્યારે, એમના પણ પગ ધ્રૂજે છે. એનાથી પણ ભયંકર કતલખાનું આ છે અને એનો જ એ પ્રભાવ છે કે દુનિયામાં કોઈ જ સુખ નથી. કતલખાનામાં સાચું સુખ હોય ક્યાંથી ? આટલા અનુભવ પછી પણ એ સંસારરૂપ કતલખાનામાં દુઃખ ન માનતાં સુખ માનવું એ અજ્ઞાનતા નથી? જડનો સંસર્ગ છે ત્યાં સુધી કદી સાચું સુખ હોય જ નહિ. દરેક વખતે આત્મગુણોને દબાવાય, સ્વભાવથી ખસેડી એને વિભાવમાં ઘસડાય એ ઓછી કતલ છે ? જડનો પ્રભાવ એક માણસને મારી નાંખવો અને એકને એ જીવનભર રિલાયા કરે એવી સ્થિતિમાં મૂકવો, એ બેયમાં પાપ છે. તેમાં વધુ પાપ કયું! એ વાત જવા દો પણ રિબાનારાની દશા કઈ એ વિચારો. મોહ પણ એમ જ કરે છે. એ મારતો નથી કેમ કે આત્મદ્રવ્ય શાશ્વત છે એટલે એ એનો નાશ તો કરી શકતો નથી પણ એ એને દિનપ્રતિદિન એવી સ્થિતિમાં મૂકે છે કે જેથી આત્મા રિલાયા જ કરે. એ પ્રતાપ જડનો છે. “જડ શું કરી શકે એવા ડંફાસ મારવા જેવી નથી. જડ તો નચાવે, કુદાવે, હસાવે, રોવરાવે બધું જ કરી શકે. આત્મા જેવા આત્માને કંગાળ થઈ લોકો પાસે ઘેર ઘેર ભીખ માંગતા ફરવું પડે એ પ્રભાવ જડના સંસર્ગનો કે બીજાનો ? અમુક ચીજ ન મળે તો રોવા બેસવું, જાણે કે એના વિના સત્યાનાશ નીકળી ગયું, એ પ્રભાવ પણ જડના સંસર્ગનો જ છે અને એથી આત્માની પોતાના હાથે જ ચોવીસે કલાક કતલ ચાલુ છે. આ ખ્યાલ ન આવે ત્યાં સુધી એક પણ સારો ગુણ ન આવે એમ શ્રી જિનેશ્વર દેવ ફરમાવે છે. ક્ષમા, તપ, સંયમાદિ ગુણો તો ઘણી વખત આવ્યા, પણ ભાવદયા વગરના હોવાથી મુક્તિ ન પમાડી શક્યા. ભાવદયા સહિત એ ગુણો આવે તો તે સાચા બને અને એ સાચા બને ત્યારે આત્માને મુક્તિ મળે. સંયમપાલન શા માટે? કેવળજ્ઞાન તો જ્યારે ત્યારે પણ માત્ર અંતર્મુહૂર્તમાં જ થવાનું છે, છતાં વર્ષો સુધી અને ભવો સુધી સંયમપાલન શા માટે ? એક જ હેતુ કે અભ્યાસના યોગે ભાવાનુકંપા જગાડવા માટે. દુનિયાની સઘળી તકલીફો કરતાં
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy